- રાજપથ પર કાશી વિશ્વનાથની ઝાખી બનશે આકર્ષણનું કેન્દ્ર
- રાજપથ રોડ પર કાશી વિશ્વનાથ કોરિડોરની ઝાખી રજૂ કરાશે
દિલ્હીઃ- દેશભરમાં આવનારા દેશપર્વ પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ તડામાર ચાલી રહી છે, જો કે કોરોનાના કહેરને લઈને આ વખતે ગણતંત્ર દિવસે રાજપથ રોડ પર ખૂબ જ ગમતરીના મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે આ સાથે જ વિદેશી મહેમાનોના આગમનને પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે આ વર્ષના ટેબ્લો પણ માત્ર 12 રાજ્યોમાંથી જ હશે
આ ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જોવા મળશે. ઉત્તર પ્રદેશની ઝાંખી આ વખતે ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અને કાશી વિશ્વનાથ ધામ પર ધ્યાન કેન્દ્રિત હશે. જ્યારે, ઉત્તરાખંડની ઝાંખીમાં પ્રગતિના પંથે રાજ્ય દર્શાવવામાં આવશે.

