Nationalગુજરાતી

કેરળ સરકાર લોન એપ સામે લાવશે કાયદો, અત્યાર સુધીમાં 63 કેસ નોંધાયાં

દિલ્હીઃ ભારતમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોન આપવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે હૈદરાબાદ પોલીસે તપાસ આરંભીને કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે. દરમિયાન કેરળ સરકાર લોન એપ પર લગામ લગાવવા માટે કાયદો ઘડવા પર વિચાર કરી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 63 કેસ નોંધાયા છે.

કેરળના ઉદ્યોગ મંત્રી ઇપી જયરાજને વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય સબરીનાથ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પર જણાવ્યું હતું કે, એકમાત્ર એપ ઓપરેટરો દ્વારા કરવામાં આવતી અનિયમિતતાઓ સરકારના ધ્યાનમાં આવી છે. રાજ્યની બહારથી ઓછામાં ઓછી 400 એપ્સ કાર્યરત છે. કેરળમાં અત્યાર સુધીમાં 63 કેસ નોંધવામાં આવ્યા છે અને બે કેસ ક્રિમિનલ બ્રાન્ચની તપાસ હેઠળ છે. સરકાર આ લોન એપ્લિકેશન્સ પર લગામ લગાવવા માટે કાયદો લાવવા વિચારી રહી છે.

કોંગ્રેસના ધારાસભ્ય સબરીનાથે માગણી કરી હતી કે રાજ્ય સરકારે આ અંગે વ્યાપક કાયદો લાવવો જોઈએ જેથી રાજ્યના યુવાનોને ધિરાણ એપ્લિકેશનને કારણે સામાજિક સમસ્યાઓનો સામનો કરી શકાય.

Related posts
Nationalગુજરાતી

અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલઃ અંડરવોટર ટનલ માટે ભારતીય કંપનીઓ આવી આગળ

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ- રેલની કામગીરી પૂરઝડપથી ચાલી રહી છે. દરમિયાન હાઈસ્પીડ રેલ કોરિડોર માટે અંડરવોટર ટનલ બનાવવા માટે ભારતની સાત જેટલી…
Internationalગુજરાતી

સીરિયામાં મોંઘવારી દર આસમાને, 5000 લીરાની નવી નોટો છાપવી પડી

સીરિયામાં મોંઘવારી આસમાને પહોંચી ચૂકી છે સીરિયાની સરકારને હવે 5 હજાર લીરાની નવી નોટ જારી કરવી પડી છે બજારની જરૂરિયાતને પૂરી કરવા…
Nationalગુજરાતી

72માં ગણતંત્ર દિવસમાં 'આત્મનિર્ભર ભારત'ની ઝાંખીથી લઇને દેશની સંસ્કૃતિની ઝલકની સાથોસાથ જોવા મળ્યું સૈન્યનું સામર્થ્ય, વાંચો સમગ્ર કાર્યક્રમની અપડેટ્સ

આજે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે 72મો ગણતંત્ર દિવસ આજે રાજધાની દિલ્હીમાં ઐતિહાસિક પરેડ નીકળશે આ પરેડમાં ભારત વિશ્વને પોતાની તાકાતનો આપશે…

Leave a Reply