1. Home
  2. ગુજરાતી
  3. કિચન ટિપ્સઃ નોનસ્ટિક વાસણની આ રીતે રાખો કાળજી, વર્ષો સુધી વાસણ રહેશે નવા
કિચન ટિપ્સઃ નોનસ્ટિક વાસણની આ રીતે  રાખો કાળજી, વર્ષો  સુધી વાસણ રહેશે નવા

કિચન ટિપ્સઃ નોનસ્ટિક વાસણની આ રીતે રાખો કાળજી, વર્ષો સુધી વાસણ રહેશે નવા

0
Social Share

સાહિન મુલતાનીઃ-

  • નોનસ્ટિક વાસણમાં નાયલોન કૂચો વાપરો
  • તારનો કૂચો કે હાર્ડ વસ્તુથી સાફ ન કરવા

કિચનમાં ગૃહિણીઓને અવનવા વાસણો વસાવવાનો ખૂબ જ શોખ છે, એ પછી ડિનર સેટ હોય ,લેમન સેટ હોય કે પછી કુંકિંગના વાસણો હોય સ્ત્રીઓ હંમેશા દેખાવમાં આકર્ષક તથા વાપરવામાં સરળ વાસણો લેવાનું વધુ પસંદ કરે છે, જેમાં આજકાલ નોનસ્ટિક વાસણોનો ક્રેઝ ખૂબ વધ્યો છે.કારણ કે નોનસ્ટિક વાસણ એવા હોય છે કે જેમાં કોઈ પણ પ્રકારનું શાક બનાવવા માટે ખૂબજ નહીવત તેલનો વપરાશ થાય છે, ઓછા તેલનું ભોજન હંમેશાથી હેલ્ધી ગણાય છે જેથી નોનસ્ટિક વાસણોનો માર્કેટમાં જથ્થો મોંધો પણ મળતો હોય છે.

કિચનમાં નોનસ્ટિક વાસણોને ખાસ રીતે સાચવવા પડતા હોય છે, આજકાલ હવે માત્ર બેલ્ક કલરના નોનસ્ટિક વાસણ જોવા મળતા નથી, હવે તો તેના ઉપર જૂદા જૂદા કલરનું કોટિન કરેલા વાસણો મળી રહ્યા છે જેને જરા પર ખરોચ આવતા કલર નીકળી જવાનો ભય રહે છે માટે આ પ્રકારના વાસણોને ખૂબ સાચવવા પડતા હોય છે.

કોઈ પણ પ્રકારના નોસ્ટિક વાસણમાં જમવાનું બનાવ્યા બાદ તેની સફાઈ કરવા માટે કોટનના નરન કપડા કે પછી નાયલોન કૂચાવી જ મદદ લેવી,જેથી તેની અંદરનું કોટિન ખરાબ નહી થાય અને બહારનો કલર પણ નહી બગડે.

નોનસ્ટિક વાસણમાં સબજી કે વાનગીઓને ફેરવવા માટે હંમેશા લાકડાના જ ચમચા ,તવીથા કે ચમચીનો ઉપયોગ કરવો., સ્ટિલના ચમચાથી કોટિન ખરાબ થઈ જાય છે,

આ સાથે જ નોનસ્ટિક વાસણમાં જમવાનું બનાવ્યા બાદ તેને પાણીમાં તરત પલાળી દેવા ત્યાર બાદ તેનો સાફ કરવા જોઈએ.

આ વાસણમાંથી ચીકાશ કાઞવા માટે લેમન યુક્ત લિક્વિડનો ઉપયોગ કરવો જેથી વાસણ ચીકળા નહી રહે અને સરસ સાફ થઈ જશે.
નોનસ્ટિક વાસણને અલગથી રાખવા જોઈએ, એક બીજા વાસણ સાથે આ વાસણ ન અછડાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.નહી તો બહારનો કલર ખરાબ થવાની શક્યતાઓ રહેલી હોય છે.

નોનસ્ટિક વાસણમાં એવી વાનગીઓ ક્યારેય નહી બનાવવી જોઈએ જેને વધારે પડતી કડક કરવી હોય અથવા કુક કરવી હોય જેમ કે, કેક છે,હાંડવો છે એવી વસ્તુઓને વધારે બાળવા ગેવી પડે છે જેમાં નોનસ્ટિક કોટિન ઉખડી જવાની શક્યતાઓ જોવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code