Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ- વધેલી રોટલીમાંથી આ રીતે બનાવો વાટકી ચાટ,ટેસ્ટી અને ક્રિસ્પી ચાટ...

કિચન ટિપ્સઃ- વધેલી રોટલીમાંથી આ રીતે બનાવો વાટકી ચાટ,ટેસ્ટી અને ક્રિસ્પી ચાટ બાળકોને ખૂૂબ ભાવશે

  • વધેલી રોટલીને ફેંકશો નહી
  • રોટલીમાંથી બનશે બાસ્કેટ ચાટ

ઘણી વખત આપણ રસોઈ ઘરમાં રોટલી બચી જાય છે ત્યારે આપણે તેને ચેવડો કે ખાખરા બનાવતા હોઈએ છીએ જો કે હવે આ રોટલીમાંથી આપણે બાસ્કેટ ચાટ કઈ રીતે બને તે રીત જોઈશું, ઘરની બેઝિક સામગ્રીમાંથી આ ચાટ બની જાય છે.

સામગ્રી

  • રોટલી
  • જરુર પ્રમાણે – બાફેલા બટાકા સમારેલા
  • જરુર પ્રમાણે – ચાટ મસાલો
  • જરુર પ્રમાણે – સેવ
  • જરુર પ્રમાણે – ગોળ આમલીની ચટણી
  • જરુર પ્રમાણે – દંહી
  • જરુર પ્રમાણે – ગ્રીન ચટણી (લીલા ઘણા,મરચા ફૂદીનાની)
  • જરુર પ્રમાણે -બાફેલા ચણા
  • જરુર પ્રમાણે -લીલા ઘણા
  • જરુર પ્રમાણે – ડુંગળી ટામેટાનું જીણુ સમારેલું સલાડ
  • રોટલી બાસ્કેટને તળવા માટે તેલ
  1. સૌ પ્રથમ બધી રોટલીને વાટકીના શેપમાં  વાળીને  જ્યા જ્યા ખુણા પડે ત્યા ટાકણી કે પછી કોઈ બીજી સ્ટિક વડે જોડી લો, આ રીતે એક વાટકી શેપમાં રોટલી આવી જશે
  2. હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો, તેલ થાય એટલે આ રોટલીની વાટકીઓને ભરતેલમાં બ્રાઉન થાય ત્યા સુધી તળીલો.
  3. હવે રોટલીની વાટકીમાં છી ટાકણી કે સ્ટિક ને યાદ કરીને કાઢઈલો તૈયાર છે રોટલીમાંથી બનેલું આ બાસ્કેટ
  4. હવે પહેલા બદી વાટકી એક મોટી ડિશમાં રાખો, તેમાં બાફેલા બટાકા, બાફેલા ચણા જરુર હોય તે પ્રમાણે રાખો
  5. હવે આ ચણા બટાકાના સ્ટફઇંગ પર મીઠી ચટણી, ગ્રીન ચટણી બરાબર નાખીદો
  6. હવે તેના પર ચાટ મસાલો છાંટો
  7. ત્યાર બાદ તેના પર દહીં, સેવ અને સલાડ નાખીને ઉપરથી લીલા ઘણા ભભરાવી દો
  8. તૈયાર છે વધેલી રોટલીનો વાટકી ચાટ
  9. બાળકોને પણ ભાવશે અને તમારી રોટલીનો ઉપયોગ પણ થઈ જશે

નોંધ – ખાલી ધ્યાન એ વાતનું રાખવું કે જ્યારે રોટલીને બાસ્કેટ શેપમાં કોઈક ટાકણી કે લાકડી વડે જોડો છો તો તેને લળી લીધા બાદ કાઢવાનું યાદ કરવું

 

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular