કિચન ટિપ્સઃ સિમ્પલ સેન્ડવિચ ખાઈને કંટાળ્યા છો તો હવે બનાવો લેયર વાળી વેજીસ અને ચિઝથી લોડેડ ટેસ્ટી સેન્ડવિચ
સાહિન મુલતાનીઃ-
આજકાલ બાળકો બ્રેડ ખૂબ ખાતા થયા છે જો કે બ્રેડમાં મેંદો હોવાથી તે બાળકના પેટ માટે હાનિકારક છે,પરંતુ જો તમારા બાળકોને સેન્ડવીચ વધુ ભાવતી હોય તો આજે અને તમને રોટલીની સેન્ડવીચ બનાવાની સરળ રીત બતાવીશું જેનાથી બાળકનું પેટ પણ ભરાશે અને હેલ્થ પણ સારી રહેશે .
સામગ્રી (4 નંગ સેન્ડવીચ માટે)
- 4 નંગ – રોટલી
- 2 ચમચી – તેલ
- 1 ચમચી – જીરુ
- 1 ચમચી – સેઝવાન ચટણી
- 2 નંગ – બાફેલા બટાકા મેશ કરેલા
- 4થી 5 નંગ – જીણા સમારેલા લીલા મરચા
- 1 નંગ ગાજર – જીણુ સમારેલું
- 1 નંગ – શિમલા મરચું જીણુ સમારેલું
- 2 ચમચી – મકાઈના બાફેલા દાણા
- 4 નંગ – ચિઝની સ્લાઈસ
- 2 નંગ – ટામેટા ,ગોળ સ્લાઈસ સમારીલો
- 2 નંગ – કાકડી ,ગોળ સ્લાઈસ સમારીલો
- 2 નંગ ડુંગળી – ગોળ સ્લાઈસ સમારીલો
- જરુર પ્રમાણે – ઓરેગાનો
- જરુર પ્રમાણે – ચતિલી ફ્લેક્સ
- જરુર પ્રમાણે – ટામેટા સોસ
- જરુર પ્રમાણે – માયોનિઝ
- જરુર પ્રમાણે – મીઠું
રોટલીની ત્રિપલ લેયર સેન્ડવીચ બનાવાની રીત
લેયર 1 માટેઃ- પ્રથમ એક એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો, હવે તેમાં જીરુ લાલ કરો ત્યાર બાદ આ તેલમાં સમારેલા મરચા, સમારેલા ગાજર, સમારેલા શિમલા મરચા, મકાઈના દાણા, બાફેલા બટાકા અને સ્વાદ પ્રમાણે જરુર હોય એટલી સિઝવાન ચટણી નાખીને બરાબર મિક્સ કરીદો, હવે તેમાં મીઠું પણ એડ કરીદો.તૈયાર છે ફર્સ્ટ લેયર નો મસાલો
લેયર 2 માટે – ડુંગળી, ટામેટા ,કાકડીની સ્લાઈસમાં મીઠું નાખઈને બરાબર મિક્સ કરીલો
લેયર 3 માટેઃ- માત્ર ચિઝની સ્લાઈસ ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ
હવે સૌ પ્રથમ એક રોટલી લો, તેના સરખાભાગે ચાર ટૂકડા કરીલો.હવે એક ડૂડકા પર ટામેટા સોસ લગાવીને બટાકાનું સ્ટફિંગ બરાબર સ્પ્રેડ કરીદો, હવે તેના પર રોટલીનો બીજો ટૂકડો મૂકો તેના પર જરુર પ્રમાણે માયોનિઝ સ્પ્રેડ કરીદો હવે તેના ટામેટા, કાકડી અને ડુંગળીની સ્લાઈસને બરાબર ગોઠવીલો, હવે ફરી તેના પર રોટલીનો ત્રીજો ટૂકડો રાખો તેના પર સેઝવાન ચટણી સ્પ્રેડ કરીદો અને ચિઝની સ્લાઈ મૂદીદો તેના પર ઓરેગાનો અને ચીલી ફ્કૃલેક્સ ભભરાવી દો, દવે રોટલીનો ચોથા ટૂડકાની તેને કવર કરીલો
તમારી ત્રણ લેયર સેન્ડવીચ તાૈયાર છે,. હવે એક કઢઆઈમાં બટર લગાવો અને આ રોટલીની સેન્ડવીચને બરાબર પ્રેશ કરીને તેમાં રાખઈદો, એક બાજૂ રોટલી ક્રિસ્પી થાય એટલે બીજી તરફ પલટાવીને ફરી તેને શેકાવાદો ,જેથી ચિઝ મેલ્ટ થી જશે અને સબજી પાકી જશે, હવે એક મિનિટ કઢાઈ પર ઢાકણ ઢાકીને રહેવાદો, એટલે રેડી છે રોટલીની ત્રણ લેયરની વેજ ચિઢ સેન્ડવીચ