
કિટન ટિપ્સઃ- કાઠીયાવાડી સ્ટાઈલમાં ભાખરી બનાવી હોય તો જાણીલો પરફેક્ટ રીત
- ભાખરીને પરફેક્ટ બનાવા જોઈલો આ રીત
- ભાખરી એકદમ નમર બને છે
ભાખરી સામાન્ય રીતે ગુજરાતીઓને ખોરાક છે,સવારે નાસ્તાથી લઈને કેટલાક ઘરોમાં સાંજે શાકમાં પણ ભાખરી બનાવામાં આવતી હોય છે. ઘણા લોકોની ફરીયાદ હોય છે કે અમારી ભાખરી નરમ નથી બનતી તો આજે આપણે ચા સાથે નાસ્તામાં સોફ્ટ અને બહારથી ક્રિસ્પી ભાખરી બનાવાની રીત જોઈશું
સામગ્રી – 2 ભાખરી બનાવા માટેની
- 2 વાટકા – રોટલીનો ઘંઉનો લોટ
- અડધો કપ ભરીને તેલ મોળ માટે
- 1ચમચી અધકચરું વાટેલું જીરુ
- સ્વાદ પ્રમાણે મીઠું
- પા ચમચી વાટેલા મરી
- જરુર પ્રમાણે પાણી
સૌ પ્રથમ રોટલીના લોટમાં જીરું મરી અને મીઠું એડ કરીદો, હવે તેમાં તેલ નાખીને હાથ વડે લોટમાં બરાબર મિક્સ કરીદો,આ સાથે જ લોટને મુઠ્ઠીમાં લો જો મુઠ્ઠીમાં લોટ આવી જોય છે તો તેલનું મોળ બરાબર છે અને લોટ છુટ્ટો પડી જાય છે તો થોડુ જરુર પ્રમાણે તેલ નાખી દો.
હવે આ લોટમાં જરુર પ્રમાણે પાણી નાખતા જોવ અને એકદમ કડક લોટ બાધીલો, લોટ એવો બાંધવો કે વણતી વખતે ભાખરી થોડી ફાટવી જોઈએ
હવે આ લોટના એક સરખા બે લુઆ કરીલો જેમાંથી વેલણ વડે ભાર આપીને કોર સરખી કરતા કરતા ભાખરી તૈયાર કરીલો
હવે માટીની ઠીકડી (તાવડી)ને ગેસ પર ગરમ કરવા રાખો ,તાવડી તપી જાય એટલે ભાખરી નાખીને ગેસની ફ્લેમ ધીમી કરીદો, હવે 2 મનિનિટ બાદ ભાખરી ફેરવી બીજી બાજુ બરાબર થવાદો ત્યાર બાદ ફરી ફેરવી લો આમ કરીને બન્ને બાજૂ ભાખરી થવાદો,હવે ભાખરી ઉતારી તેમાં બરાબર ઘી લગાવી લો.તૈયાર છે તમારી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ભાખરી