Homeગુજરાતીગુજરાતઅમરેલી: બગસરાના સુડાવડ ગામમાં સિંહ જોવા મળ્યા, એક વાછરડાનો કર્યો શિકાર

અમરેલી: બગસરાના સુડાવડ ગામમાં સિંહ જોવા મળ્યા, એક વાછરડાનો કર્યો શિકાર

  • પંથકમાં સિંહે ફરી એક વખત દેખા દીધા
  • સિંહે એક વાછરડીનું કર્યું મારણ
  • ખેડૂતો અને સ્થાનિકોમાં ભય

બગસરા: જંગલ વિસ્તાર છોડીને હવે સિંહ અને દીપડા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા છે. ત્યારે બગસરાના સુડાવડ ગામે સિંહનો આતંક સામે આવ્યો છે. હાલ શિયાળું પાકની ખેતી સિઝન શરૂ છે તેવા સમયે વન્ય પ્રાણી સિંહે ફરી એક વખત દેખા દીધા છે. સુડાવડ ગામે સિંહે એક વાછરડીનુ મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ખેડૂત પ્રેમજીભાઈ સોજીત્રાની વાડી-ખેતરમાં સિંહે વાછરડીનું મારણ કર્યું હતું. જેથી ખેડૂતોને વાડી-ખેતર જવામાં પણ ભય લાગી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી તો સિંહનો માણસ પર હૂમલો થયો હોય એવો કિસ્સો સામે આવ્યો નથી પરંતુ તો પણ લોકોમાં ડરનો માહોલ તો છે જ. લોકોમાં અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે ખેતી માટે ખેતર જાય ત્યારે જો અચાનક સિંહ કે જંગલી જનાવર સામે આવી જાય તો મુશ્કેલી થઈ શકે છે.

સંબંધિત લેખો

Most Popular