1. Home
  2. ગુજરાતી
  3. UPમાં લાઉડસ્પીકર વિવાદના પડઘા પડ્યાઃ 125 ધાર્મિક સ્થળ ઉપર હટાવાયાં અને 17000 સ્થળ પર અવાજ ઓછો કરાયો
UPમાં લાઉડસ્પીકર વિવાદના પડઘા પડ્યાઃ 125 ધાર્મિક સ્થળ ઉપર હટાવાયાં અને 17000 સ્થળ પર અવાજ ઓછો કરાયો

UPમાં લાઉડસ્પીકર વિવાદના પડઘા પડ્યાઃ 125 ધાર્મિક સ્થળ ઉપર હટાવાયાં અને 17000 સ્થળ પર અવાજ ઓછો કરાયો

0
Social Share

લખનૌઃ મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ઉપર જોર વાગતા લાઉડસ્પીકર મામલે વિવાદ ઉભો થયો હતો અને ધીમે ધીમે તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં સીએમ સરકારે લાઉડસ્પીકરને લઈને મહત્વના કેટલાક આદેશ કર્યાં છે અને ધાર્મિક પરિસરની બહાર લાઉડસ્પીકરનો અવાજ ના જાય તેની તકેદારી રાખવા ધાર્મિક આગેવાનો અને વહીવટી તંત્રને આદેશ કર્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ લાઉડસ્પીકરને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 125 ધાર્મિક સ્થળો ઉપરથી લાઉડસ્પીકર હટાવવામાં આવ્યાં છે. તેમજ 17 હજાર ધાર્મિક સ્થળો પર સ્પીકરનો અવાજ ઓછો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના ઘણા ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે અથવા તેનો અવાજ ઓછો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગીની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સીએમ યોગીએ કહ્યું હતું કે ધાર્મિક સ્થળોમાં સામાન્ય ધોરણ પ્રમાણે લાઉડસ્પીકર વગાડવા જોઈએ અને તેમનો અવાજ ફક્ત ધાર્મિક પરિસરની અંદર જ રાખવો જોઈએ. દરમિયાન, સરકારે મોટેથી વગાડતા લાઉડસ્પીકરોનો રિપોર્ટ માંગ્યો છે.

દરમિયાન ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે અત્યાર સુધી યુપીમાં 125 ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં 17 હજાર ધાર્મિક સ્થળો પર સ્પીકરનો અવાજ ઓછો કરવામાં આવ્યો છે. આ સિવાય સરકારે લાઉડ સ્પીકર જોરથી વગાડવાનો રિપોર્ટ મંગાવ્યો છે. આ રિપોર્ટ 30 એપ્રિલ સુધીમાં સબમિટ કરાશે. લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવા માટે લગભગ 37,344 ધાર્મિક નેતાઓ સાથે વાત કરવામાં આવી છે.

ઈદની તૈયારીઓ અંગે પ્રશાંત કુમારે કહ્યું કે લગભગ 31 હજાર સ્થળોએ રમઝાન મહિનાનો છેલ્લો જુમાની નમાજ પઢવામાં આવશે. લગભગ 75 હજાર ઇદગાહ અને 20 હજાર મસ્જિદોને લાઉડસ્પીકરનો અવાજ કાં તો પરિસર સુધી સીમિત રહેશે અથવા તો લાઉડસ્પીકર નીચે લાવવામાં આવશે. સંવેદનશીલ જિલ્લાઓમાં 45 કંપની PAC, 7 કંપની CRPF અને સ્થાનિક પોલીસ દળને એલર્ટ કરવામાં આવ્યા છે.

ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકર આજકાલ દેશભરમાં ચર્ચાનો વિષય છે. દરમિયાન, યુપીના એસીએસ હોમ અવનીશ અવસ્થીએ ધાર્મિક સ્થળો પર લગાવેલા ગેરકાયદે લાઉડસ્પીકરને હટાવવા અંગે તમામ સ્ટેશન ઇન્ચાર્જ પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

(તસવીરઃ પ્રતિકાત્મક)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code