Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં સરકાર પહેલા ધોરણથી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત લશ્કરી તાલીમ શરૂ કરાશે

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી દાદા ભુસેએ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર પહેલા ધોરણથી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત લશ્કરી તાલીમ શરૂ કરશે. મંત્રી ભુસેએ જણાવ્યું કે, નિવૃત્ત સૈનિકો, રમતગમતના શિક્ષકો, નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના સભ્યો અને સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સની આ તાલીમ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, આ નિર્ણયનો હેતુ દેશ પ્રત્યે પ્રેમ વધારવાનો અને નિયમિત કસરતો અને શિસ્તની આદતો વિકસાવવાનો છે, જેનાથી વિદ્યાર્થીઓને આજીવન લાભ થશે.આ યોજનાનો અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે, સરકાર હાલની શાળાઓ અને યુવા સંસ્થાઓમાં વધારાનાં આશરે 2.50 લાખ ભૂતપૂર્વ સૈનિકોને સામેલ કરવાની યોજના ધરાવે છે.