Homeગુજરાતીખોરાકઘરે બનાવો દુબઈની પ્રખ્યાત રોયલ સ્વીટ બાકલવા, જાણો રેસીપી

ઘરે બનાવો દુબઈની પ્રખ્યાત રોયલ સ્વીટ બાકલવા, જાણો રેસીપી

રેસીપી, 31 જુલાઈ 2026: Dubai’s famous royal sweet ‘Baklava’ મોંમાં મુકતા જ ઓગળી જાય તેવી કુરકુરી અને મધુર સ્વાદ ધરાવતી બાકલવા દુબઈ અને અરબ દેશોનું લોકપ્રિય ડેઝર્ટ છે. સામાન્ય રીતે મલ્ટિપલ લેયર્ડ પેસ્ટ્રી, ડ્રાયફ્રૂટ્સનું ફીલિંગ અને શુગર અથવા હની સિરપથી બનેલી આ વાનગી કોઈ પણ ખાસ પ્રસંગે અથવા તહેવારમાં ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. જો તમે પણ મીઠાઈના શોખીન છો અને કંઈક નવું અજમાવવા માંગો છો તો તમે બકલવા બનાવી શકો છો.

બાકલવા રેસીપી માટેની સામગ્રી

પેસ્ટ્રી શીટ્સ

200 ગ્રામ સમારેલા અખરોટ અથવા પિસ્તા

150 ગ્રામ માખણ (ઓગાળેલું)

200 ગ્રામ ખાંડ

150 મિલી પાણી

1 ચમચી લીંબુનો રસ

1 ચમચી એલચી પાવડર

2 ચમચી મધ

બાકલવા રેસીપી

બાકલવા બનાવવા માટે સૌપ્રથમ ઓવનને 180°C પર પ્રીહિટ કરો. જ્યારે તે ગરમ થાય છે ત્યારે તમારે ચાસણી તૈયાર કરવી પડશે. તે માટે સૌપ્રથમ એક સોસપેનમાં પાણી, ખાંડ, લીંબુનો રસ અને મધ નાખો અને મધ્યમ આંચ પર જાડી ચાસણી તૈયાર કરો. જ્યારે તે ઘટ્ટ થાય ત્યારે તેમાં એલચી પાવડર ઉમેરો અને તેને ઉતારી લો.

આ પછી પેસ્ટ્રી શીટનો ઉપયોગ કરવાનો વારો છે, તેથી સૌપ્રથમ બેકિંગ ટ્રેમાં ફીલો શીટ મૂકો અને ઉપર માખણ લગાવો. તેવી જ રીતે 6-7 શીટ મૂકીને માખણ લગાવો. આ શીટ્સ મૂકતી વખતે વધારે માત્રામાં માખણ લગાવો તો જ તે ક્રિસ્પી બનશે.

હવે તેના પર અખરોટ અને પિસ્તા ફેલાવવાનો વારો છે તેથી શીટ્સ તૈયાર કર્યા પછી તેના પર સમારેલા અખરોટ અથવા પિસ્તા સરખી રીતે ફેલાવો. બધી શીટ્સ સેટ કર્યા પછી તેને ચોરસ કાપી લો. હવે છેલ્લે આ ટ્રેને પ્રીહિટેડ ઓવનમાં મૂકો અને તેને ઓછામાં ઓછા 20 મિનિટ માટે બેક કરો. જ્યારે તે ક્રિસ્પી અને બેક થઈ જાય ત્યારે તેને બહાર કાઢો અને ગરમ હોય ત્યારે તેના પર ચાસણી રેડો. હવે તેને ઠંડુ થવા દો. ચાસણી શોષાઈ જાય પછી બાકલવા ખાવા માટે તૈયાર છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular