Homeગુજરાતીખોરાકઆખા મસાલા ઉમેરીને ઘરે બનાવો પેશાવરી છોલે, જાણો રેસીપી

આખા મસાલા ઉમેરીને ઘરે બનાવો પેશાવરી છોલે, જાણો રેસીપી

રેસીપી, 20 જૂન 2026: Peshawari Chole recipe જો તમે ચણા ખાવાના શોખીન છે તો તમે પેશાવરી છોલેનું નામ સાંભળ્યું જ હશે. પેશાવરી છોલે તેની જાડી ગ્રેવી, મસાલાના અદભૂત સ્વાદ અને ખાસ દેશી તડકાને કારણે ઉત્તર ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. આ વાનગી તેના યુનિક મસાલા અને ઓછી આંચ પર રાંધવાની રીતને કારણે એક લાજવાબ સ્વાદ આપે છે. પેશાવરી ચણા પેશાવર સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. ભાગલા પહેલા પેશાવર પ્રદેશમાં બનેલા મસાલેદાર અને ઘટ્ટ ગ્રેવી વાળા ચણા બહુ લોકપ્રિય હતા.

પાછળથી આ રેસીપી પંજાબ, દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ લોકપ્રિય બની હતી. પેશાવરી છોલેની વિશેષતા એ છે કે તેમાં ટામેટાં, ડુંગળી અને આખા મસાલા સાથે ચાની ભૂકી અથવા ટી બેગનો ઉપયોગ કરવામાં આવે છે. તે ચણાનો રંગ ઘટ્ટ કરે છે અને સ્વાદમાં વધારો કરે છે. સામાન્ય છોલે ગ્રેવીની વાત કરીએ તો તે ઉત્તર ભારતીય વાનગી છે. તેનો સ્વાદ હળવો હોય છે, સામાન્ય રીતે ડુંગળી ટામેટાની ગ્રેવી માંથી બને છે.

પેશાવરી છોલે બનાવવા માટે સામગ્રી

2 કપ ચણા

2 મોટી ડુંગળી (ઝીણા સમારેલી)

3 ટામેટાં પ્યુરી બનાવેલી

1 ચમચી આદુ-લસણની પેસ્ટ

2 લીલા મરચા

1 ટી બેગ અથવા 1 ચમચી ચાના પાન (કપડામાં બાંધેલા)

2 તમાલપત્ર

1 તજનો ટુકડો

4-5 નંગ લવિંગ,

2 મોટી એલચી

1 ચમચી જીરું

1 ચમચી હળદર

2 ચમચી કોથમીર પાઉડર

1 ચમચી લાલ મરચું પાઉડર

1 ચમચી છોલે મસાલા પાઉડર

1 ચમચી આમચુર પાઉડર

મીઠું સ્વાદ અનુસાર

2 મોટી ચમચી તેલ અથવા ઘી

લીલું કોથમીર

લીંબુનો રસ

પેશાવરી છોલે બનાવવાની રીત

પેશાવરી છોલે બનાવવા માટે કાબુલી ચણા આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે પ્રેશર કુકરમાં કાબુલી ચણા, 1 ટી બેગ, થોડું મીઠું અને પાણી નાખીને 5-6 સીટી વાગે ત્યાં સુધી બાફો. તે પછી ટી બેગ બહાર કાઢી લો.

હવે છોલે માટે મસાલા તૈયાર કરો આ માટે એક કઢાઇમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં જીરું, તમાલપત્ર, તજ, લવિંગ અને મોટી એલચી સહેજ સાંતળી લો. તે પછી તેમા ઝીણી સમારેલી ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી પકવો. આ પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરીને 2 મિનિટ સુધી સાંતળી લો. હવે છોલે માટે ગ્રેવી બનાવવી પડશે. આ માટે ટામેટાની પ્યુરી રેડો. ત્યારબાદ તેમાં હળદર, કોથમીર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો.

 મસાલા માંથી તેલ છુટું ન થાય સુધી રાંધો. ત્યારબાદ તેમા બાફેલા કાબુલી ચણા અને થોડું ઉકાળેલું પાણી ઉમેરો. આ પછી તેમાં છોલે મસાલા અને આમચુર પાવડર ઉમેરી બરાબર હલાવી દો.

હવે તેને ધીમા તાપે પકવવા દો.. તમારે ચણાને લગભગ 15-20 મિનિટ સુધી ધીમા તાપ પર રાંધવાના છે. જેથી મસાલો ચણામાં સારી રીતે શોષાય છે. થોડીક થોડીક મિનિટમાં ચણા હલાવતા રહો. છેલ્લે પેશાવરી છોલે ઉપર લીલું કોથમીર અને લીંબુનો રસ ઉમેરી ગરમાગરમ ભટુરે, કુલચે, તંદૂરી રોટલી અથવા જીરા રાઇસ સાથે પીરસો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular