Homeગુજરાતીખોરાકઝરમર વરસાદમાં ઘરે બનાવો ટેસ્ટી તંદૂરી ઢોકળા, જાણો રેસીપી

ઝરમર વરસાદમાં ઘરે બનાવો ટેસ્ટી તંદૂરી ઢોકળા, જાણો રેસીપી

રેસીપી, 04જુલાઈ2026: Tandoori Dhokla recipe ગુજરાતના પરંપરાગત ખમણ અને ઢોકળા દુનિયાભરમાં પ્રખ્યાત છે. સવારનો નાસ્તો હોય કે સાંજના સ્નેક્સ, ઢોકળા હંમેશા બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે. પરંતુ જો તમે આ રેગ્યુલર સ્વાદમાં કંઈક નવો અખતરો કરવા માંગો છો, તો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલી ‘તંદૂરી ઢોકળા’ની આ રેસીપી તમારા માટે બેસ્ટ છે. તે સોફ્ટ હોવાની સાથે એકદમ ચટાકેદાર અને સ્મોકી ટેસ્ટ આપે છે.

તંદૂરી ઢોકળા બનાવવા માટે સામગ્રી

2 કપ ચણાનો લોટ

2 કપ દહીં

2 ચમચી લીંબુનો રસ

1 ચમચી ખાંડ

1 ચમચી ચાટ મસાલો

1/4 ચમચી બેકિંગ સોડા

1 ચમચી કાશ્મીરી લાલ મરચું

સ્વાદાનુસાર મીઠું

તેલ (જરૂર મુજબ).

તંદુરી ઢોકળા બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટો બાઉલ લો અને તેમાં દહીં અને ચણાનો લોટ નાખો. આ પછી લીંબુનો રસ, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખો. આ બધું સારી રીતે મિક્સ કરો અને તેને ફેટી લો. સારી રીતે ફેટ્યા પછી તેમાં બેકિંગ સોડા ઉમેરો. હવે મિશ્રણને એક વાસણમાં મૂકો અને તેને ધીમા તાપે રાંધો. જો તમે ઇચ્છો તો તમે તેને ઢોકળા મેકરમાં પણ રાંધી શકો છો.

ઢોકળા લગભગ 30 મિનિટમાં તૈયાર થઈ જશે. ધીમા તાપે રાંધ્યા પછી ગેસ બંધ કરો અને તેને એક વાસણમાં કાઢી લો. હવે છરીની મદદથી તેને મોટા ટુકડા કરી લો.

તંદુરી ઢોકળા માટે મરીનેડ તૈયાર કરો

એક બાઉલમાં 1 કપ દહીં નાખો અને તેમાં ચાટ મસાલો, કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું નાખો અને તેને મિક્સ કરો. આ પછી તેમાં સમારેલા ઢોકળાને ડુબાડો. 5 મિનિટ પછી ગેસ પર એક નોન-સ્ટીક પેન મૂકો અને તેને મધ્યમ તાપ પર ગરમ કરો. હવે થોડું તેલ ઉમેરો અને મેરીનેટ કરેલા ઢોકળાને તળો. સોનેરી રંગના થાય ત્યાં સુધી તળ્યા પછી તંદૂરી ઢોકળા તૈયાર થઈ જશે.

તમારા ગરમાગરમ ટેસ્ટી અને સ્મોકી ગુજરાતી તંદૂરી ઢોકળા તૈયાર છે. તેને લીલી ચટણી, ગરમાગરમ ચા અથવા ડુંગળીના લચ્છા સાથે સર્વ કરો.

 વધુ વાંચો: ઘરે બનાવો લસણ ડુંગળી વગર ટેસ્ટી સોયા વડી પુલાવ, જાણો રેસીપી

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular