Homeગુજરાતીદેશ-વિદેશચીનના બંદરે લાંગરેલા વિદેશી કાર્ગો જહાજમાં ભીષણ આગ, 20નાં મોત

ચીનના બંદરે લાંગરેલા વિદેશી કાર્ગો જહાજમાં ભીષણ આગ, 20નાં મોત

બેઇજિંગ, 10 સપ્ટેમ્બર 2026: પૂર્વ ચીનના શેનડોંગ પ્રાંતમાં આવેલા ક્વિંગદાઓ બેઇહાઈ શિપયાર્ડમાં જાળવણી (મેન્ટેનન્સ) હેઠળના વિદેશી ધ્વજવાળા કાર્ગો જહાજમાં ભીષણ આગ લાગી છે. અહેવાલો અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને જાન-માલનું ભારે નુકસાન થયું છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી ક્વિઆંગે ગુમ થયેલા લોકો માટે તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી શરૂ કરવા, ઘાયલોની સારવાર કરવા અને આ ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા કરવાના નિર્દેશો આપ્યા છે.

પૂર્વ ચીનના શેનડોંગ પ્રાંતના ક્વિંગદાઓ સ્થિત ‘બેઈહાઈ શિપબિલ્ડિંગ કંપની લિમિટેડ’ના બંદરે જાળવણી (મેઈન્ટેનન્સ) માટે લાંગરેલા એક વિદેશી કાર્ગો જહાજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.

ચીનની સરકારી સમાચાર સંસ્થા ‘શિનહુઆ’ના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં જાન-માલનું ભારે નુકસાન થયું છે. જોકે, જાનહાનિની ​​ચોક્કસ સંખ્યા કે આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે કે કેમ, તે પણ હજુ સ્પષ્ટ નથી.

જે શિપયાર્ડમાં આ અકસ્માત થયો, તે ‘ચાઇના સ્ટેટ શિપબિલ્ડિંગ કોર્પોરેશન’ની એક મુખ્ય પેટાકંપની તરીકે કાર્યરત છે.

શી જિનપિંગ અને લી ક્વિઆંગે સૂચનાઓ આપી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ ક્ષેત્રો અને સંબંધિત વિભાગોને ચેતવણી આપી હતી કે આ ઘટનામાંથી ગંભીર બોધપાઠ લેવો જોઈએ અને આગ લાગવાના તમામ પ્રકારના જોખમોને દૂર કરવા માટે સંપૂર્ણ તપાસ હાથ ધરવી જોઈએ.

દરમિયાન, વડા પ્રધાન લી ક્વિઆંગે પણ ફસાયેલા લોકો માટે તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી કે ઘાયલોને યોગ્ય તબીબી સારવાર મળે અને કોઈપણ પ્રકારની “ગૌણ દુર્ઘટના” (secondary disaster) ને સખતાઈથી રોકવામાં આવે.

વધુ વાંચો: CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન 17 મેટ્રો સ્ટેશન બંધ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તથા પોલીસ પાસેથી માંગ્યો જવાબ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular