1. Home
  2. ગુજરાતી
  3. મિસ્ટર પરફેક્ટનિસ્ટ અને ટીમ પર ‘લાલસિંહ ચઢ્ઢા’ના શૂટિંગ વખતે પ્રદુષણ ફેલાવાનો આરોપઃસોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
મિસ્ટર પરફેક્ટનિસ્ટ અને ટીમ પર ‘લાલસિંહ ચઢ્ઢા’ના શૂટિંગ વખતે પ્રદુષણ ફેલાવાનો આરોપઃસોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

મિસ્ટર પરફેક્ટનિસ્ટ અને ટીમ પર ‘લાલસિંહ ચઢ્ઢા’ના શૂટિંગ વખતે પ્રદુષણ ફેલાવાનો આરોપઃસોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

0
Social Share
  • ફિલ્મ લાલ ચઢ્ઢાના શૂટિંગ વખતે પ્રદુષણ ફેલાવવાનો લાગ્યો આરોપ
  • પ્રદુષણ ફેલાવવા બાબતે આમિરખાન થઈ રહ્યા છે ટ્રોલ

 

મુંબઈઃ અભિનેતા આમિરખાન મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા છે, જો કે આ પરફેક્ટનિસ્ટ હાલ વિવાદમામં સપડાયા છે, સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે, અને કારણ એ છે કે તેમની અપકમિંગ મોસ્ટ એવેઇટેડ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ લદ્દાખમાં કરી રહ્યા છે ત્યારે અભિનેતા આમિર અને તેમની ટીમ પર પ્રદૂષણ ફેલાવવાનો આરોપ લાગ્યો છે, આ બાબતે સોશિયલ મીડિયા પર તેમને ઘણું સંભળાવવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં ટ્વિટર એકાઉન્ટ પર એક યૂઝરે લદ્દાખના વાખા ગામનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં સાફ સાફ જોવા મળે છે કે ગામ પ્રદુષિત કરવામાં આવી રહ્યું છે. આમિરની ટીમે દરેક જગ્યાએ કચરો ફેલાવ્યો છે.

વીડિયો પોસ્ટ કરીને આ યૂઝરે કેપ્શનમાં લખ્યું છે કે, આ લદ્દાખના વાખા ગ્રામજનો માટે બોલીવૂડ સ્ટાર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા તરફથી ખાસ ભેટ છે. આમિર ખાન પોતે સત્યમેવ જયતેમાં પર્યાવરણની જાળવણી અને મોટી વાતો કરે છે, જો કે પોતે એવું કરતા નથી.આમિરની આ વાતથી લોકો નિરાશ થયા છે.

તાજેતરમાં એક્ટર નાગા ચૈતન્યએ ટ્વિટર પર આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ સેટ પરનો એક ફોચો શેર કર્યો છે.ચૈતન્ય ફિલ્મ સાથે જોડાયા છે. ફોટોમાં તેમની સાથે આમિર ખાન અને કિરણ રાવ પણ જોવા મળે  છે. છૂટાછેટા બાદ પણ બન્ને સાથે જોઈને ચાહકો આશ્ચર્ય ચક્તિ થયા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code