1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ગંદકી કરનારા વેપારીઓ સામે મ્યુનિની કાર્યવાહી, કન્સ્ટ્રક્શન સાઈટને 50,000નો દંડ
અમદાવાદમાં ગંદકી કરનારા વેપારીઓ સામે મ્યુનિની કાર્યવાહી, કન્સ્ટ્રક્શન સાઈટને 50,000નો દંડ

અમદાવાદમાં ગંદકી કરનારા વેપારીઓ સામે મ્યુનિની કાર્યવાહી, કન્સ્ટ્રક્શન સાઈટને 50,000નો દંડ

0
Social Share

અમદાવાદઃ  મ્યુનિ. કમિશનરની સુચના બાદ અએમસી  દ્વારા શહેરમાં સ્વચ્છતા અને ગેરકાયદેસર દબાણો દુર કરવા કડક કાર્યવાહી આવી રહી છે. જેમાં  ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ- ટીડીઓ વિભાગ દ્વારા ગોતા વોર્ડમાં એસજી હાઇવે પર આવેલી એક કન્સ્ટ્રકશન સાઈટ પર ગ્રીન નેટ અને સેફ્ટી નેટ નહીં લગાવવા તેમજ બેરીકેડ ન હોવા બદલ 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં શાયોના બંગલોની પાછળ પાંચ દુકાનો દ્વારા માર્જિનની જગ્યામાં કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાતં જાહેરમાં ગંદકી કરનારા વેપારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં જાહેર રસ્તા પર નો-હોકિંગ ઝોનમાં લારીઓ મૂકીને દબાણો કરવા બદલ 19,500 રૂપિયાનો દંડ વસૂલાયો છે. જેમાં થલતેજ, સાલ હોસ્પિટલ નજીક, ત્રાગડ રોડ, હેલમેટ સર્કલ વગેરે વિસ્તારોમાં  રોડ સાઈડ પરના દબાણો હટાવવામાં આવ્યા હતા. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા અમરાઈવાડી, હાટકેશ્વર, રબારી કોલોની સહિતના 40 વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્ક કરવા બદલ 41 વાહનોને લોક મારીને 14,100 રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે પૂર્વ ઝોનના અમરાઈવાડી વોર્ડમાં 440 જેટલા ભયજનક મકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરીયાના ગલ્લા, ચાની કીટલીઓ વગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ઉત્પાદન અને સંગ્રહ વગેરે કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જાહેર રોડ ઉપર ગંદકી અને પેપર કપનો વપરાશ કરનાર કુલ છ જેટલા એકમો સીલ કરવામાં આવ્યા છે. 72 એકમોને તપાસી 68ને નોટિસ આપવામાં આવી હતી જ્યારે 1.2 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી 1.25 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code