- 20 વર્ષ પછી નાગાલેન્ડમાં નગરપાલિકાની ચૂંટણી
- મહિલાઓને 33 ચકા અપાશે અનામત
દિલ્હીઃ છેલ્લા 20 વર્ષ પછી નાગાલેન્ડમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક શહેરી સંસ્થાઓની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. પંચે કહ્યું છે કે રાજ્યની 39 સ્થાનિક શહેરી સંસ્થાઓમાં ચૂંટણી યોજાશે.
આ સાથે જ મહત્વની વાત એ છે કે આ યોજાનારી ચૂંટણીમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની પણ જાહેરાત કરાઈ છે. નાગાલેન્ડની નવી ચૂંટાયેલી નેફિયુ રિયો સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મંગળવારે યોજાઈ હતી. આ કેબિનેટ બેઠકમાં પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર મહિલાઓ માટે 33 ટકા અનામત ચૂંટણીઓ યોજવા અંગે ચર્ચા કરાઈ છે.


