Homeગુજરાતીમણિપુરના મુખ્યમંત્રી તરીકે એન બિરેન સિંહે બીજી વખત શપથ લીધા

મણિપુરના મુખ્યમંત્રી તરીકે એન બિરેન સિંહે બીજી વખત શપથ લીધા

  • એન બિરેન સિંહ બન્યા મણિપુરના મુખ્યમંત્રી
  • મુખ્યમંત્રી તરીકે બીજી વખત લીધા શપથ  
  • અન્ય 5 ધારાસભ્યોએ પણ લીધા શપથ

ઈમ્ફાલ:મણિપુરના મુખ્યમંત્રી તરીકે એન બિરેન સિંહે બીજી વખત શપથ લીધા છે.તેમણે ઈમ્ફાલમાં સીએમ પદ માટેના શપથ લીધા છે.મણિપુર બીજેપી વિધાયક દળની બેઠકમાં એન બિરેન સિંહને સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી એન બિરેન સિંહ ઉપરાંત નેમચા કિપગેન, વાય.ખેમચંદ સિંહ, ઠાકુર.બિસ્વજીત સિંહ સહિત પાંચ ધારાસભ્યોએ પણ રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

આમ,60 સભ્યોની મણિપુર વિધાનસભામાં ભાજપે 32 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી.જયારે કોંગ્રેસે માત્ર પાંચ બેઠકો જ પોતાના નામે કરી છે.આ ઉપરાંત 7 બેઠકો NPP, 7 NPF અને 11 બેઠકો અન્યને ગઈ છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular