Site icon Revoi.in

દિલ્હી NCRમાં 27.4 કરોડના નાર્કોટિક્સ જપ્ત : અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ અને એનસીબીની કામગીરીની પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે અને પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમણે આ મોટી સફળતા માટે એનસીબી અને દિલ્હી પોલીસની પ્રશંસા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યું કે, “ડ્રગ્સના વેપાર સામે અમારો અવિરત પ્રયાસ ચાલુ છે. મોદી સરકારની ડ્રગ્સ સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ હેઠળ દિલ્હી-એનસીઆરમાં એક મોટા નાર્કો-નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો. એનસીબી અને દિલ્હી પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો અને 27.4 કરોડ રૂપિયાના મેથામ્ફેટામાઇન, એમડીએમએ અને કોકેન જપ્ત કર્યા અને પાંચ લોકોની ધરપકડ કરી. આ મોટી સફળતા માટે હું એનસીબી અને દિલ્હી પોલીસની પ્રશંસા કરું છું.”