Homeગુજરાતીતેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરો અને મેળવો ગિફ્ટ, IRCTC આપી રહી છે આ...

તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરો અને મેળવો ગિફ્ટ, IRCTC આપી રહી છે આ ઑફર

  • IRCTCની તેજસ એક્સપ્રેસના મુસાફરો માટે નવતર પહેલ
  • તેજસ એક્સપ્રેસના યાત્રીઓ માટે મુસાફરી દરમિયાન લકી ડ્રોનું આયોજન
  • IRCTC લકી ડ્રોમાં વિજેતા થયેલા યાત્રીઓને આપી રહી છે ગિફ્ટ

નવી દિલ્હી: ટ્રેનના મુસાફરોને રેલવેની પ્રીમિયમ સેવા માટે આકર્ષિત કરવા માટે IRCTC સમયાંતરે નવતર પ્રયોગ હાથ ધરતી હોય છે. હાલમાં જ IRCTC દ્વારા લખનૌથી દિલ્હી વચ્ચે ચાલતી (82501/82502) તેજસ એક્સપ્રેસના યાત્રીઓ માટે 27 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લકી ડ્રો સ્કીમ ચાલુ કરવામાં આવી છે.

આ સ્કીમ હેઠળ 27 ઑગસ્ટના રોજ લખનૌથી દિલ્હી આવી રહેલા તેજસ એક્સપ્રેસના 13 લકી યાત્રીઓને IRCTC દ્વારા ગિફ્ટ અપાઇ છે. તેમાં ચેયર કારમાં મુસાફરી કરનાર 13 યાત્રીઓ અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં યાત્રા કરનારા 3 લોકો સામેલ છે.

આજ રીતે નવી દિલ્લીથી લખનૌ જતી તેજસ એક્સપ્રેસમાં પણ 13 યાત્રીઓને લકી ડ્રો દ્વારા ગિફ્ટ આપવામાં આવી છે.

IRCTC દ્વારા સંચાલિત દેશની ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસમાં સફર કરનારા યાત્રીકોને સમયાંતરે IRCTC દ્વારા લોભામણી ઑફર્સ અપાતી હોય છે. માટે જ હવે IRCTC લખનૌથી નવી દિલ્હી ચાલતી તેજસ એક્સપ્રેસમાં યાત્રીકો માટે 27 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લકી ડ્રો સ્કીમ ચલાવી છે.

આ સ્કીમ અંતર્ગત કોમ્યુટર દ્વારા એક લકી ડ્રો કરવામાં આવી રહ્યો છે. જે ચેયર કારમાં યાત્રા કરનાર 10 અને એક્ઝીક્યૂટીવ ક્લાસમાં યાત્રા કરનાર 3 વ્યક્તિના નામ કોમ્પ્યુટર પસંદ કરે છે. ત્યાર બાદ આ લકી યાત્રીઓને આઇઆરસીટીસી દ્વારા ગિફ્ટ આપવામાં આવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular