1. Home
  2. ગુજરાતી
  3. દેશભરમાં 12 નવેમ્બરના રોજ યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત
દેશભરમાં 12 નવેમ્બરના રોજ યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત

દેશભરમાં 12 નવેમ્બરના રોજ યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત

0

દિલ્હી:સમાધાન દ્વારા પડતર કેસોને દૂર કરવા માટે દેશભરમાં 12 નવેમ્બર 2022ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.લોક અદાલત પ્રણાલીના લાભો અને પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં ગ્રાહક કેસોનો નિકાલ થવાની અપેક્ષા છે.

આ કવાયત માટે પાયાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તમામ ગ્રાહક પંચોને એવા કેસોની ઓળખ કરવા માટે જાણ કરવામાં આવી છે કે જેમાં સમાધાનનું તત્વ હોય અને પેન્ડિંગ કેસોની સૂચિ તૈયાર કરવામાં આવે જે લોક અદાલતમાં રિફર કરી શકાય. વિભાગ દ્વારા યાદી બનાવવા પર નિયમિત દેખરેખ રાખવામાં આવે છે.

મહત્તમ પહોંચ અને ગ્રાહકોને લાભ આપવા માટે, વિભાગ ગ્રાહકો, કંપનીઓ અને સંસ્થાઓ સુધી એસએમએસ અને ઇમેઇલ દ્વારા સંપર્ક કરી રહ્યું છે. વિભાગ પાસે ૩ લાખ પક્ષકારોના ફોન નંબર અને ઇમેઇલ્સ છે, જેમના કેસ પંચો સમક્ષ પડતર છે. વિભાગે જેમાં ૨૦૦થી વધુ કેસ બાકી છે એવાં ગ્રાહક આયોગો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ કર્યું છે.

ટેકનોલોજીની મદદથી, તમામ હિતધારકો વચ્ચે એક અલગ લિંક બનાવવામાં આવી રહી છે અને ફેલાવવામાં આવી રહી છે, જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો પેન્ડિંગ કેસ નંબર અને જ્યાં કેસ પેન્ડિંગ છે એ પંચ દાખલ કરી શકે છે અને સરળતાથી આ મામલાને લોક અદાલતમાં મોકલી શકે છે. આ લિંક ઇમેઇલ અને એસએમએસ દ્વારા ફેલાવવામાં આવશે.

ડેટા એનાલિટિક્સ દ્વારા પેન્ડન્સીનાં ક્ષેત્રવાર વિતરણની ઓળખ કરવામાં આવી છે, જેમ કે કુલ 71379 પેન્ડિંગ કેસો સાથે બૅન્કિંગ, 168827 સાથે વીમો, 1247 સાથે ઇ-કોમર્સ, 33919 સાથે વીજળી, 2316 સાથે રેલવે વગેરે અને આવા ગ્રાહકોના કેસોની પ્રાથમિકતાના આધારે નિકાલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગ્રાહક બાબતોનો વિભાગ ગ્રાહક આયોગોમાં કેસોના નિકાલ પર સતત નજર રાખી રહ્યું છે અને જ્યાં બંને પક્ષો સમાધાન પર પરસ્પર સંમત થાય છે એ આગામી રાષ્ટ્રીય લોક અદાલત મારફતે નિકાલ કરવામાં આવનાર બાકી રહેલા ગ્રાહકોના કેસોના સમાવેશનો ઉલ્લેખ કરવા માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) સાથે જોડાણ કરવાની પ્રક્રિયામાં છે. આ અંગે NALSAને વાતચીત કરી દેવામાં આવી છે.

તેમના પેન્ડિંગ કેસને લોક અદાલતમાં રિફર કરવા માટે વધુ માહિતી અને સહાય માટે, તેઓ લિંક http://cms.nic.in/ncdrcusersWeb/lad.do?method=lalp દ્વારા લોક અદાલતના સંદર્ભ માટે તેમના કેસ નોંધાવી શકે છે અથવા નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન 1915 પર કોલ કરી શકે છે જે તેમને આ પ્રક્રિયામાં મદદ કરશે. ઉપરાંત, ઉપભોક્તા પંચો ઉપરોક્ત લિંક દ્વારા પોર્ટલ પર સંદર્ભિત કેસોની અપડેટેડ સૂચિ અપલોડ કરી શકે છે.

રાષ્ટ્રીય લોક અદાલતો નિયમિત સમયાંતરે યોજાય છે જ્યાં એક જ દિવસે દેશભરમાં, સુપ્રીમ કૉર્ટથી માંડીને જિલ્લા કક્ષા સુધીની તમામ અદાલતોમાં લોક અદાલતો યોજાય છે જ્યાં કેસોનો મોટી સંખ્યામાં નિકાલ થાય છે.

ગ્રાહક બાબતોના વિભાગનો ધ્યેય પ્રગતિશીલ કાયદાઓ મારફતે ગ્રાહક સુરક્ષા અને સલામતીને મજબૂત બનાવવાનો, જાગૃતિ અને શિક્ષણ દ્વારા ગ્રાહકોને સશક્ત બનાવવાનો અને વાજબી અને કાર્યક્ષમ ફરિયાદ નિવારણ વ્યવસ્થા પ્રદાન કરવાનો છે. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (નાલસા) અન્ય કાનૂની સેવા સંસ્થાઓ સાથે મળીને લોક અદાલતોનું સંચાલન કરે છે. તે વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિઓમાંની એક છે, તે એક એવો મંચ છે જ્યાં અદાલતો/કમિશનોમાં પડતર વિવાદો/કેસોની પતાવટ/સમાધાન મૈત્રીપૂર્ણ રીતે થાય છે.

દેશમાં લગભગ 6,07,996 ઉપભોક્તા કેસ પેન્ડિંગ છે. એનસીડીઆરસીમાં લગભગ 22250 કેસો બાકી છે. 28318 કેસ પેન્ડિંગ છે તેવા ઉત્તર પ્રદેશ, 18093 કેસ પેન્ડિંગ કેસો સાથે મહારાષ્ટ્ર, 15450 પેન્ડિંગ કેસો સાથે દિલ્હી, 10319 સાથે મધ્ય પ્રદેશ અને 9615 પેન્ડિંગ કેસો ધરાવતા કર્ણાટક જેવાં મુખ્ય રાજ્યો એવાં રાજ્યો છે જ્યાં સૌથી વધુ પેન્ડન્સી છે. સૌથી વધુ પેન્ડન્સી ધરાવતા કેટલાક જિલ્લાઓ છે: મુઝફ્ફરપુર (બિહાર)માં 1853, સિવાન (બિહાર)માં 1046, પટના (બિહાર)માં 4849, રાંચી (ઝારખંડ)માં 1044, ખોરધા (ઓડિશા)માં 2308, પુરી (ઓડિશા)માં 1884, બર્દવાન (પશ્ચિમ બંગાળ) 1324, ઉત્તર 24 પરગણા (પશ્ચિમ બંગાળ) 1195 સાથે, હાવડા( પશ્ચિમ બંગાળ) 1253 સાથે, રાજારહાટ (પશ્ચિમ બંગાળ) 1148, હિસાર (હરિયાણા) 2693 સાથે, રોહતક (હરિયાણા) 2038 સાથે, ગુડગાંવ (હરિયાણા) 1811 સાથે, શિમલા (હિમાચલ પ્રદેશ) 1125, સંગરુર (પંજાબ) 2688, એસએએસ નગર મોહાલી (પંજાબ) 1755, અમૃતસર (પંજાબ) 1675, ચુરુ (રાજસ્થાન) 4640, અલવર (રાજસ્થાન) 4180, ભરતપુર (રાજસ્થાન) 1605, અજમેર (રાજસ્થાન) 1977 સાથે, મેરઠ (ઉ.પ્ર.) 2461 સાથે, ગાઝિયાબાદ (યુ.પી.) 2442, કાનપુર નગર (યુપી) 3789, અલ્હાબાદ (યુપી) 3299, ઝાંસી (યુપી) 2070 સાથે, ગોરખપુર (યુપી) 3067 સાથે, બલિયા (યુપી) 2372 સાથે, બસ્તી (યુપી) 1947 સાથે, દહેરાદૂન (ઉત્તરાખંડ) 1225 સાથે, ત્રિસુર (કેરળ) 6391 સાથે, એર્નાકુલમ (કેરળ) 2951 સાથે, તિરુવનંતપુરમ (કેરળ) 1782 સાથે, બેલગામ (કર્ણાટક) 2221 સાથે, તિરુનેલવેલી (તમિલનાડુ) 1242, વડોદરા (ગુજરાત) 2079 સાથે, સુરત (ગુજરાત) 2585 સાથે, આણંદ (ગુજરાત) 1708 સાથે, 2020 સાથે જલગાંવ (મહારાષ્ટ્ર), 2337 સાથે નાગપુર (મહારાષ્ટ્ર), 5488 સાથે નાંદેડ (મહારાષ્ટ્ર), થાણે (મહારાષ્ટ્ર) 3636 સાથે, મુંબઇ (ઉપનગરીય) (મહારાષ્ટ્ર) 2834 સાથે, ઈન્દોર (મ.પ્ર.) 2652, જબલપુર (મ.પ્ર.) 2463, ભોપાલ (મ.પ્ર.) 2160, દુર્ગ (છત્તીસગઢ) 2593, રાયપુર (છત્તીસગઢ) 3329, કરીમનગર (તેલંગાણા) 1338 સાથે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code