1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતમાં 3 એફિલ ટાવર થાય એટલો બાયોમેડિકલ કચરો 7 મહિનામાં થયો
ભારતમાં 3 એફિલ ટાવર થાય એટલો બાયોમેડિકલ કચરો 7 મહિનામાં થયો

ભારતમાં 3 એફિલ ટાવર થાય એટલો બાયોમેડિકલ કચરો 7 મહિનામાં થયો

0
  • કોરોના મહામારી દરમિયાન 33,000 ટન કોવિડ વેસ્ટ ભેગો થયો છે
  • તેમાં 3,587 ટન કચરા સાથે મહારાષ્ટ્ર ભારતમાં ટોચ પર છે
  • ભારતમાં 3 એફિલ ટાવર થાય એટલો બાયોમેડિકલ કચરો 7 મહિનામાં થયો

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પાછલા 7 મહિનામાં 33,000 ટન કોવિડ બાયોમેડિકલ કચરો થયો છે, જેમાં 3587 ટન કચરા સાથે મહારાષ્ટ્ર ભારતમાં ટોચ પર છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં સૌથી વધુ 5,500 કરતા વધુ ટન કોવિડ વેસ્ટ ભેગો થયો છે. એક ગણતરી પ્રમાણે સંપૂર્ણ એફિલ ટાવરનું વજન 10,100 ટન થાય છે. એટલે કે જો ભારતમાં 7 મહિનામાં એકઠા થયેલા બાયોમેડિકલ વેસ્ટની વાત કરીએ તો તેનું વજન ત્રણ એફિલ ટાવર કરતાં પણ વધારે થાય છે.

રાજ્યના પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા પ્રમાણે જૂન 2020થી તમામ રાજ્યોમાંથી 32,994 ટન કોરોનાના કારણે બાયોમેડિકલ વેસ્ટ એકઠો કરવામાં આવ્યો છે.

કોવિડ 19 બાયોમેડિકલ વેસ્ટમાં મુખ્ય કચરો PPE કિટ, માસ્ક, જૂત્તાના કવર, મોજા, હ્યુમન ટિસ્યુસ, લોહી માટે વપરાતો પ્લાસ્ટિકનો સામાન, ડ્રેસિંગ માટે વપરાયેલો સામાન, પ્લાસ્ટર કાસ્ટ (પ્લાસ્ટર ઓફ પેરિસથી થયેલો કચરો), કોટન સ્વેબ, લોહીની થેલીઓ, નીડલ્સ, સિરિન્જ વગેરેનો તેમાં સમાવેશ થાય છે.

આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 5,367 ટન કોવિડ વેસ્ટ જૂનથી સાત મહિનામાં થયો છે. જ્યારે તે પછી કેરળ (3,300 ટન), ગુજરાત (3,086 ટન), તામિલનાડુ (2,806 ટન), ઉત્તર પ્રદેશ (2,502 ટન), દિલ્હી (2,471ટન), પશ્ચિમ બંગાળ (2,095), કર્ણાટકા (2,026) ક્રમશઃ આવે છે.

લગભગ 4,530 ટન જેટલો કચરો ડિસેમ્બર દરમિયાન થયો છે જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 629 ટન અને તે પછી કેરળમાં 542 ટન અને ત્રીજા નંબરે 479 ટન સાથે ગુજરાતનો નંબર આવે છે. વિવિધ મહિનાઓના આંકડા પ્રમાણે ગુજરાત બાયોમેડિક વેસ્ટ જનરેટ કરવામાં લગભગ ઉપરના સ્થાને જ રહ્યું છે.

આ સિવાય જૂનથી 7 મહિના દરમિયાન ગુજરાતનો બાયોમેડિકલ વેસ્ટ લગભગ 1થી 5 નંબરમાં રહ્યો છે. જેમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાત બાયોમેડિકલ વેસ્ટ જનરેટ કરનારું દેશનું ટોચનું રાજ્ય રહ્યું હતું. આ દરમિયાન અહીં 622 ટન કચરો એકઠો થયો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code