
- શું હેક થઇ વેક્સિન રજીસ્ટ્રેશન એપ CoWIN
- સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે કરી સ્પષ્ટતા
- પોર્ટલ હેક થઇ હોવાની વાત તદ્દન ખોટી છે: સ્વાસ્થ્ય મંત્રાલય
નવી દિલ્હી: વેક્સિનેશન માટે અત્યંત જરૂરી એવી સરકારની CoWIN એપ હેક થઇ ચૂકી હોવાના રિપોર્ટ આવી રહ્યા છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ વાત ખોટી છે.
હાલમાં કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતનું વેક્સિન રજીસ્ટ્રેશન પોર્ટલ ‘CoWIN’ને હેકરોએ હેક કરી લીધું છે. હવે આ રિપોર્ટ પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. ગુરુવારે હેકિંગનો રિપોર્ટ સરકારે નકાર્યો છે જેમાં કોવિન હેક થઇ હોવાની વાત કરાઇ છે. તેમાં 15 કરોડ ભારતીયોના ડેટાને ખતરો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આવા અજ્ઞાત મીડિયા રિપોર્ટ અનુસાર કોવિન પ્લેટફોર્મ હેક થઇ ચૂક્યું છે. પ્રથમવારમાં જ રિપોર્ટ પાયાવિહોણા હોવાનું જણાઇ રહ્યું છે. પોર્ટલ પર વેક્સિનેશન ડેટા પણ સલામત છે. જો કે મંત્રાલય અને Empowered Group on Vaccine Administration (EGVAC) હાલમાં આ કેસની તપાસ કમ્પ્યુટર એજન્સી રિસપોન્સ ટીમની મદદથી કરાવી રહ્યું છે.
નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રાલયે મે મહિનામાં કોવિનની સલામતીને લઇને કહ્યું હતું કે, આ પ્લેટફોર્મને હેક કરી શકાશે નહીં. જ્યારે પોર્ટલ પર નોંધણીને લઇને સમસ્યાઓ આવી રહી હતી ત્યારે મંત્રાલયે આ નિવેદન આપ્યું હતું.