1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 44 દિવસમાં અકલ્પનીય દાન, આટલી રકમ થઇ એકત્ર
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 44 દિવસમાં અકલ્પનીય દાન, આટલી રકમ થઇ એકત્ર

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 44 દિવસમાં અકલ્પનીય દાન, આટલી રકમ થઇ એકત્ર

0
Social Share
  • અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અકલ્પનીય દાન આવ્યું
  • 44 દિવસના નિધિ સમર્પણ અભિયાન દરમિયાન 3 હજાર 500 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર થઇ
  • જ્યારે હજુ પણ અભિયાનની આ રાશિની ગણતરી ચાલુ છે

નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં 44 દિવસ માટે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલ્યું હતું. આ અભિયાન દરમિયાન કલ્પના કરતા પણ વધુ દાન આવ્યું છે.

શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે, અમે આ અભિયાનથી 1 હજાર કોરડ રૂપિયા સુધીના અર્પણની આશા હતી, પરંતુ અત્યાર સુધીના આંકડાઓમાં 3 હજાર 500 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર થઇ છે. જ્યારે હજુ પણ અભિયાનની આ રાશિની ગણતરી ચાલુ છે. જમાં વિદેશી મુદ્રા સામેલ નથી. કોર્પોરેટ સામાજિક દાયિત્વ ફંડની સાથે શ્રીલંકા તેમજ નેપાળ જેવા દેશોથી સમર્પણ નથી લેવામાં આવ્યું.

આપને જણાવી દઇએ કે, આ અભિયાન 15 જાન્યુઆરીથી શરૂ થઇને 27 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. ચંપત રાય છતરપુરમાં વિશ્વ હિંદુ પરિષદ, અશોક સઘલ ફાઉન્ડેશન અને નમો સદ્વાવના સમિતિ તરફથી આયોજીત વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં સામેલ સાધુ-સંતો અને શ્રદ્વાળુઓને સંબોધિત કરી રહ્યા હતા.

તેમણે મંદિર નિર્માણ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, પાંચથી 6 મહિનામાં પાયો ભરવાનું કામ પૂર્ણ થઇ જશે. જ્યારે ત્રણ વર્ષમાં આ રાષ્ટ્ર મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ જશે. મંદિર માટે રાજસ્થાનના ભરતપુરથી લાલ પથ્થર મંગાવવામાં આવી રહ્યો છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code