1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. UGC લાવશે નવી શિક્ષણ નીતિ, વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી મેળવી શકશે
UGC લાવશે નવી શિક્ષણ નીતિ, વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી મેળવી શકશે

UGC લાવશે નવી શિક્ષણ નીતિ, વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી મેળવી શકશે

0
  • કેન્દ્ર સરકાર હવે સમગ્ર દેશમાં નવી શિક્ષણ નીતિ ચાલુ કરવાની તૈયારીમાં
  • નવી શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થીઓ હવે એક સાથે બે ડિગ્રી મેળવી શકશે
  • યુનિવર્ટી ગ્રાન્ટ કમિશનએ આ અભ્યાસક્રમના નિયમો સંબંધિત પ્રસ્તાવને અંતિમ રૂપ આપ્યું છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે સમગ્ર દેશમાં નવી શિક્ષણ નીતિ ચાલુ કરવાની તૈયારી કરી રહી છે. નવી શિક્ષણ નીતિ હેઠળ દેશની યુનિવર્સિટીઓમાં ડબલ ડિગ્રી, જોઇન્ટ ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. ભારતીય અને વિદેશી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ટૂંક સમયમાં જોઇન્ટ કે ડબલ ડિગ્રીની ઓફર કરી શકશે. યુનિવર્ટી ગ્રાન્ટ કમિશનએ આ અભ્યાસક્રમના નિયમો સંબંધિત પ્રસ્તાવને અંતિમ રૂપ આપ્યું છે.

ડબલ ડિગ્રીની આ વ્યવસ્થાને લાગુ કરતા પહેલા UGCએ તમામ રાજ્યો પાસેથી આ મુદ્દે સુચનો-ભલામણ માંગ્યા છે. UGC તરફથી આ મામલે તમામ રાજ્યોના શિક્ષણ સચિવ અને કુલપતિઓને પત્ર જારી કરાયો છે. ભારતના વિદ્યાર્થીઓ પણ એક સમયમાં કોઇ ભારતીય કે વિદેશી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી 2 ડિગ્રી એક સાથે હાંસલ કરી શકશે. આ ડિગ્રીઓ અલગ-અલગ અથવા એક સાથે મેળવી શકાશે. તેની સાથે જ વિદ્યાર્થીઓને ગ્રેડ ટ્રાન્સફરનો પણ લાભ મળશે અને ભારતીય યુનિવર્સિટીની વિદેશી સંસ્થાઓ સાથે થયેલ ભાગીદારી હેઠળ જોઇન્ટ ડિગ્રી મળી શકશે.

UGCના આ પ્રસ્તાવ અનુસાર UGC એક્ટ-2021 હેઠળ ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થા, વિદેશી શિક્ષણ સંસ્થાઓની સાથે મળીને ક્રેડિટ રેકગ્નિશન તેમજ ટ્રાન્સફરની માટે બેવડી વ્યવસ્થા કરી શકે છે. UGCના આ નિયમો ઓનલાઇન તેમજ ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગના અભ્યાસક્રમો પર લાગુ થશે નહીં.

UGCના પ્રસ્તાવમાં જણાવાયુ છે કે, નેશનલ એસેટમેન્ટ અને એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા માન્યતાની સાથે મિનિમમ 3.01 સ્ક્રોર પ્રાપ્ત/ નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રોમવર્ક (NIRF)ની યુનિવર્સિટીની કેટગરીમાં ટોપ-100માં સ્થાન મેળવનાર / ઇન્સ્ટિટ્યૂશન ઓફ એમિનેન્સનો દરજ્જો પ્રાપ્ત કરનાર સંસ્થાઓ, ટાઇમ્સ હાયર એજ્યુકેશન અને ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગની ટોપ-500માં સ્થાન પ્રાપ્ત કરનાર વિદેશી સંસ્થાઓની સાથે ઓટોમેટિક રીતે સમજૂરી કરી શકે છે. અન્ય ભારતીય સંસ્થાઓને આવા પ્રકારની સમજૂતીઓ માટે UGCની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.

UGC દ્વારા તૈયાર કરાયેલા આ ડ્રાફ્ટમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે ડબલ ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને ભારતીય અને વિદેશી સંસ્થાઓની ડિગ્રી સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ જ બંને સંસ્થાઓ અલગ-અલગ કે જોઇન્ટ ડિગ્રી આપી શકશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code