1. Home
  2. revoinews
  3. ગુજરાત સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણી
ગુજરાત સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણી

ગુજરાત સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણી

0
Social Share

 ગાંધીનગર, 13 મે, 2026 – ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. “Technology Advancement for Viksit Bharat” થીમ આધારિત આ કાર્યક્રમમાં વિવિધ ઇજનેરી અને પોલિટેકનિક કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન “India Technology Senate 2026” અંતર્ગત વિદ્યાર્થીઓની 28 ટીમોએ દેશના 28 રાજ્યો તેમજ 8 ટીમોએ 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા વિવિધ સમસ્યાઓનું સમાધાન કેવી રીતે શક્ય બની શકે તે અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ રજૂઆતોનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વિવિધ રાજ્યોમાં ટેક્નોલોજી ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ, નવીનતા અને ઈનોવેશન વિશે માહિતગાર કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન “Technology Quiz” નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃ ટોરેન્ટ પાવરની Q૪ ૨૦૨૫-૨૬ના પરિણામોની જાહેરાત: નાણાંકીય વર્ષ માટે ૨૦૦% ડિવિડન્ડ જાહેર

કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના ડૉ. પ્રોફ. પિંકલ બ્રહ્મભટ્ટ, પ્રોફ. ઘનશ્યામ શાહ તેમજ ગુજરાત સાયન્સ સિટીના જનરલ મેનેજર ડૉ. વ્રજેશ પરીખ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના ડૉ. હિતેશ પંચાલ અને પ્રોફ. મિહીર દવે દ્વારા કાર્યક્રમના અંતે રિઝોલ્યુશન જાહેર કરવામાં આવ્યું હતું. પ્રોફ. કેરોલિન શાહે ગુજરાત સાયન્સ સિટીના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓ તથા નિષ્ણાતોની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક સાબિત થયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી, સંશોધન અને નવીનતા ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે “વિકસિત ભારત”ના નિર્માણમાં ટેક્નોલોજીનો શું ફાળો રહી શકે તેમજ દેશના વિવિધ રાજ્યો એકબીજાને ટેક્નોલોજી અને નવીનતા ક્ષેત્રે કેવી રીતે સહયોગ આપી શકે તે મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ ઠરાવો કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે હવે વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code