1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવરાત્રિ મહોત્સવઃ લો ગાર્ડન, રાણીનો હજીરો સહિતના બજારમાં ટ્રેડિશનલ કપડાની ખરીદી માટે ભારે ધસારો
નવરાત્રિ મહોત્સવઃ લો ગાર્ડન, રાણીનો હજીરો સહિતના બજારમાં ટ્રેડિશનલ કપડાની ખરીદી માટે ભારે ધસારો

નવરાત્રિ મહોત્સવઃ લો ગાર્ડન, રાણીનો હજીરો સહિતના બજારમાં ટ્રેડિશનલ કપડાની ખરીદી માટે ભારે ધસારો

0
Social Share

અમદાવાદઃ નવરાત્રિને ગણતરીના દિવસો બાકી હોવાથી યુવાનો હવે ટ્રેડિસનલ કપડાની ખરીદીમાં જોતરાયાં છે. શહેરના જાણીતા લો-ગાર્ડન અને રાણીનો હજીરા સહિતના સ્થળો ઉપર ચણીયાચોળી અને ઘરેણાની ખરીદી માટે ભારે ભીડ જામી છે. મહિલાઓ ચણીયાચોળી અને યુવાનો ધોતી-કેડિયા તથા પાઘડીની ખરીદીમાં જોતરાયાં છે.

યુવાનો નવરાત્રી માટે ધોતી, ઝભ્ભો, મોજડી,છત્રી, પાઘડી, કેડીયા, કમર બંધ, વગેરે ખરીદી કરી રહ્યાં છે. જ્યારે મહિલાઓ ચણિયાચોળી કમરબંધ, બાજુબંધ, પગના અને હાથના પોચા, અલગ અલગ પ્રકારની ઓઢણીમાં વિવિધ ડિઝાઇન ખરીદીમાં જોડાઈ છે. શહેરના વિવિધ વિસ્તારમાં નાના બાળકોથી લઈને મોટેરાઓ માટે નવરાત્રિના ટ્રેડિશનલ કપડા ખરીદી કરી રહ્યાં છે. જો કે, મોંઘવારીને પગલે ટ્રેડિશનલ કપડાંની કિંમતમાં વધારો થયો છે. 12 વર્ષના બાળકોના કપડા રૂ. 1500 સુધીમાં મળી રહ્યાં છે. તેમજ ચણીયાચોળીમાં વિવિધ વર્કની ભારે ડિમાન્ડ મહિલાઓમાં જોવા મળે છે.

અમદાવાદના વિવિધ વિસ્તારમાં ટ્રેડિસનલ કપડા અને ઘરણાનું મોટુ માર્કેટ ભરાય છે. એટલું જ નહીં રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાંથી નવરાત્રિના ટ્રેડિશનલ કપડાંની ખરીદી કરવા માટે આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code