1. Home
  2. ગુજરાતી
  3. નૌસેના ઉડ્ડયનને પ્રેસિડેન્ટ્સ કલર પુરસ્કાર એનાયત કરાયો
નૌસેના ઉડ્ડયનને પ્રેસિડેન્ટ્સ કલર પુરસ્કાર એનાયત કરાયો

નૌસેના ઉડ્ડયનને પ્રેસિડેન્ટ્સ કલર પુરસ્કાર એનાયત કરાયો

0
Social Share

દિલ્લી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 06 સપ્ટેમ્બર 2021ના રોજ ગોવામાં INS હંસા ખાતે ભારતીય નૌસેના ઉડ્ડયનને પ્રેસિડેન્ટ્સ કલર પુરસ્કાર એનાયત કર્યો હતો. આ મહત્વપૂર્ણ પ્રસંગે રાષ્ટ્રપતિ સમક્ષ 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે પ્રાસંગિક પરેડ કરવામાં આવી હતી. ગોવાના રાજ્યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઇ; ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત; પર્યટન, બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ યેસ્સો નાઇક; ચીફ ઓફનેવલ સ્ટાફ એડમિરલ કરમબીર સિંહ; વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ આર. હરિ કુમાર અને ફ્લેગ ઓફિસર, નૌસેના ઉડ્ડયન રીઅર એડમિરલ ફિલિપોઝ જી. પીનૂમુટિલ તેમજ અન્ય નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

શાંતિ અને યુદ્ધ બંને સમય દરમિયાન રાષ્ટ્રને અસામાન્ય સેવા આપવા બદલ સૈન્ય એકમનું સન્માન કરવા માટે તેમને પ્રેસિડેન્ટ્સ કલર આપવામાં આવે છે. નૌસેના છેલ્લા સાત દાયકામાં આપણા રાષ્ટ્ર પ્રત્યે તેની નોંધનીય અને શૌર્યપૂર્ણ સેવા બદલ પોતાની રીતે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. ભારતીય નૌસેના એવું પ્રથમ ભારતીય સશસ્ત્ર દળ છે જેણે 27 મે 1951ના રોજ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રેસિડેન્ટ્સ કલરનું સન્માન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ, નૌસેનામાં પ્રેસિડેન્ટ્સ કલર પ્રાપ્ત કરનારાઓમાં સધર્ન નેવલ કમાન્ડ, ઇસ્ટર્ન નેવલ કમાન્ડ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ, ઇસ્ટર્ન ફ્લિટ, વેસ્ટર્ન ફ્લિટ, સબમરીન આર્મ, INS શિવાજી અને ભારતીય
નૌસેના અકદામીનો સમાવેશ થાય છે.

ભારતીય નૌસેના ઉડ્ડયનને પ્રેસિડેન્ટ્સ કલરનો પુરસ્કાર શાંતિ અને યુદ્ધ બંને સમય દરમિયાન તેમણે આપેલી ઉત્કૃષ્ટ સેવાની સ્વીકૃતિ રૂપે છે. 13 જાન્યુઆરી 1951ના રોજ પ્રથમ સીલેન્ડ એરક્રાફ્ટના હસ્તાંતરણ અને 11 મે 1953ના રોજ કોચી ખાતે INS ગરુડની નિયુક્તિ સાથે આ પ્રશાખાનો પ્રારંભ થયો હતો. આજે, નૌસેના ઉડ્ડયન ભારતીય દરિયાકાંઠા અને આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ નવ એર સ્ટેશન અને ત્રણ નૌસેના એર એન્ક્લવેસ પર ઉપસ્થિતિ ધરાવે છે. છેલ્લા સાત દાયકના સમયમાં, તેનું રૂપાંતરણ આધુનિક, ટેકનોલોજીની દૃષ્ટિએ અદ્યતન અને ઉચ્ચ સંભાવના ધરાવતા દળમાં થયું છે અને તેઓ 250 કરતાં વધારે એરક્રાફ્ટ ધરાવે છે જેમાં ફાઇટર્સ, મેરિટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને રીમોટલી પાઇલટેડ એરક્રાફ્ટ (RPA) સામેલ છે. આજે, નૌસેના ઉડ્ડયન એસેટ્સ સંપૂર્ણ સૈન્ય ઓપરેશનો સાથે મિશનો હાથ ધરવા માટે સક્ષમ છે. નૌસેના ઉડ્ડયન ભારતીય નૌસેના – લશ્કરી, રાજદ્વારી, કોન્સ્ટેબ્યુલરી અને બિનાઇનની મુખ્ય ભૂમિકાઓમાં મહત્વપૂર્ણ ઘટક છે.

આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ INS વિક્રાંતના તેના એકીકૃત એરક્રાફ્ટ સાથે કિર્તીપૂર્ણ યોગદાનને યાદ કર્યું હતું જેણે 1971માં બાંગ્લાદેશની મુક્તિ વખતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે, નૌસેના એરક્રાફ્ટ સંખ્યાબંધ શાંતિ સમયના અને માનવજાતની સહાયતા તેમજ આપત્તિ રાહત ઓપરેશનોમાં અગ્રમોરચે રહ્યાં છે અને દેશવાસીઓને રાહત પૂરી પાડવાની સાથે સાથે મિત્ર વિદેશી રાષ્ટ્રોના લોકોને પણ મદદ પહોંચાડી છે. રાષ્ટ્રપતિએ સરકારની આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને અનુરૂપ ભારતીય નૌસેનાના સ્વદેશીકરણના પ્રયાસોની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ ઉડ્ડયન ટેકનોલોજી, પોતાના વર્ગમાં શ્રેષ્ઠ સ્વદેશી શસ્ત્રોની સુવિધાઓ, સેન્સરો અને નેવલ એરક્રાફ્ટ માટે અનુકૂળ ડેટા મામલે થયેલી નોંધનીય પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાષ્ટ્રપતિએ આ મહત્વપૂર્ણ પ્રસંગે અધિકારીઓ અને નાવિકોને અભિનંદન પાઠવ્યા હતા અને ઉમેર્યું હતું કે, નૌસેના ઉડ્ડયન રાષ્ટ્રીય નેતૃત્વની દૃઢતા સાથે પરિપક્વ થયું છે. તમામ નિવૃત્ત અને કાર્યરત નેવલ એવિએટર્સ દ્વારા નિઃસ્વાર્થ ભાવે દેશની સેવા બદલ તેમણે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code