1. Home
  2. ગુજરાતી
  3. લોકસભામાં 64 સાંસદ ધરાવતા 12 રાજકીય પક્ષો ઉપર NDA અને વિપક્ષી એક્તાની નજર
લોકસભામાં 64 સાંસદ ધરાવતા 12 રાજકીય પક્ષો ઉપર NDA અને વિપક્ષી એક્તાની નજર

લોકસભામાં 64 સાંસદ ધરાવતા 12 રાજકીય પક્ષો ઉપર NDA અને વિપક્ષી એક્તાની નજર

0
Social Share

દેશમાં આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ, મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિતના નેતાઓ વિપક્ષને એકત્ર કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં જ વિપક્ષી એકતાની બેંગ્લોરમાં મીટીંગ મળી હતી. જેમાં 26થી વધારે રાજકીય પક્ષો મળ્યાં હતા. તેમજ નવા ગઠબંધનનું નામ ઈન્ડિયા આપવામાં આવ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએની બેઠક મળી હતી. એનડીએમાં 38 જેટલા રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. જો હાલની સ્થિતિએ લોકસભા અને રાજ્યસભામાં એનડીએ અને યુપીએ એટલે કે ઈન્ડિયાના સભ્યોની સંખ્યા ઉપર નજર કરીએ તો એનડીએના 333 જેટલા સભ્યો છે. જેમાં માત્ર ભાજપાના જ 301 જેટલા સાંસદ છે. જ્યારે વિપક્ષી એકતાની વાત કરીએ તો કોંગ્રેસ સહિતના પક્ષોના 142 સભ્યો છે.

આવી જ રીતે રાજ્યસભાના સભ્યોની વાત કરીએ તો એનડીએના 111 સભ્યો છે જ્યારે વિપક્ષના લગભગ 98 જેટલા સભ્યો છે. પરંતુ 12 જેટલા રાજકીય પક્ષોના લોકસભામાં 64 સાંસદો છે જ્યારે રાજ્યસભામાં 22 જેટલા સભ્યો છે. એટલું જ નહીં આ રાજકીય પક્ષો એનડીએ કે વિપક્ષી એકતામાં સામેલ નહીં હોવાથી આગામી દિવસોમાં તેમનું શું સ્ટેન્ડ રહે છે તેની ઉપર તમામની નજર મંડાયેલી છે. તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં એનડીએ અને વિપક્ષી એક્તા ઉપરાંત અન્ય સ્થાનિય રાજકીય પક્ષો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જેથી આ રાજકીય પક્ષો ઉપર તમામ પક્ષોની નજર મંડાયેલી છે.

આગામી વર્ષે યોજનારી લોકસભાની ચૂંટણીમાં ભારે રસાસકી જોવા મળશે. જો કે, આ ચૂંટણીમાં એનડીએ અને વિપક્ષી એકતા વચ્ચે દ્રીપક્ષી પણ ત્રિપાંખીયો જંગ રહેવાની શકયતા છે. અન્ય 12 જેટલા સ્થાનીય પક્ષો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હાલ આ રાજકીય પક્ષોની લોકસભા અને રાજ્યસભામાં 10 ટકા સભ્યો છે. જેથી લોકસભાની ચૂંટણીમાં અન્ય 12 રાજકીય પક્ષોની રણનીતિ મહત્વની ભૂમિકા ભજવશે.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code