1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટીમાં ન્યૂ એજ મીડિયાનો સર્ટિફિકેટ ડિપ્લોમા અને માસ્ટર ડિગ્રીનો કોર્ષ ભણાવાશે

ગુજરાત યુનિવર્સિટીમાં ન્યૂ એજ મીડિયાનો સર્ટિફિકેટ ડિપ્લોમા અને માસ્ટર ડિગ્રીનો કોર્ષ ભણાવાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત  વિન્ટર એડમિશનની પહેલ થઈ રહી છે. આ વિન્ટર એડમિશનમાં ખાસ ન્યુ એજ મીડિયાના અલગ અલગ કોર્સ શરૂ કરવામાં આવશે.એડમિશનના કોઈ પણ ધોરણ વિના પ્રવેશ આપવામાં આવશે. ન્યુ એજ મીડિયાના કોર્સ શરુ થઇ રહ્યા છે તેમાં અત્યારે ટેકનોલોજીમાં તથા ડીજીટલ પ્લેટફોર્મ અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં વીડિઓ એડિટીંગ, ઓડીઓ એડિટીંગ,સમાચાર પ્રચાર અને પ્રસાર સહિતના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સર્ટિફિકેટ,ડિપ્લોમાં અને માસ્ટર ડીગ્રીના કોર્સ રહેશે. કોર્ષ માટે કોઈ વય મર્યાદા પણ નહિ રહે. પ્રચાર પ્રસાર માધ્યમાં નોકરી કરનાર વ્યક્તિ પણ આ કોર્સ કરી શકશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે આ કોર્સમાં એડમિશન માટે કોઈ ધોરણ રાખવામાં આવ્યા નથી. વ્યક્તિ પોતાની સ્કીલ બેઝ મુજબ એડમિશન લઇ શકશે અને પોતાની અનુકુળતાએ પોતાના સમયે પોતાના સ્થળેથી ભણી શકશે. ઇન્સ્ટીટયુટ ઓફ ન્યુ એજ મીડિયા નામના ડીપાર્ટમેન્ટમાંથી આ કોર્સ ચાલશે. નવા 20 કોર્સ શરુ કરવામાં આવી રહ્યા છે, જેમાં પબ્લિક પોલિસી મેનેજમેન્ટમાં હેલ્થ કેર,ફાયનાન્સ, એડમિનિસ્ટ્રેટિવ અંગે ભણાવવામાં આવશે. બિઝનેસ ઇકોનોમિકસ એન્ડ પબ્લિક ફાયનાન્સમાં મહામારીમાં સમયમાં આર્થિક નુકસાનની પરિસ્થિતિ તથા ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે તે તમામ બાબતો અંગે અભ્યાસ કરાવવામાં આવશે.

આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કેવી રીતે મહામારીમાં તૈયારી કરવી અને કેવી વ્યવસ્થા ઉભી કરવી તે અંગે અભ્યાસ કરાવવામાં આવશે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગમાં કોઈ પણ ડેટા પરથી ભવિષ્યની પરિસ્થિતિ અંગે એનાલિસિસ થઇ શકે અને તેનાથી બચવા શું કરી શકાય તે અંગે અભ્યાસ કરાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code