1. Home
  2. ગુજરાતી
  3. બાળલગ્નની કુપ્રથાને નાબૂદ કરવા આવી રહી છે નવી આનંદી, ‘બાલિકા વધુ 2’ નું ટીઝર થયું રિલીઝ
બાળલગ્નની કુપ્રથાને નાબૂદ કરવા આવી રહી છે નવી આનંદી, ‘બાલિકા વધુ 2’ નું ટીઝર થયું રિલીઝ

બાળલગ્નની કુપ્રથાને નાબૂદ કરવા આવી રહી છે નવી આનંદી, ‘બાલિકા વધુ 2’ નું ટીઝર થયું રિલીઝ

0
Social Share

મુંબઈ : ફરી એકવાર નાના પડદે સામાજિક મુદ્દાઓ પર આધારિત પ્રખ્યાત ટીવી શો બાલિકા વધુ વાપસી કરવા જઇ રહ્યો છે. 2016 માં સમાપ્ત થયેલ આ શો નવા રૂપમાં મેકર્સ હવે ફેંસની સામે રજૂ કરવા જઈ રહ્યો છે. હવે બાલિકા વધુ 2 નું ટીઝર હાલમાં જ ફેંસ સામે રજૂ કરવામાં આવ્યું છે.

હાલમાં જ શોની પહેલી ઝલક ફેંસને રજૂ કરવામાં આવી છે. ટીઝરમાં આપણે જોશું કે કેવી રીતે એક નાનકડી બાળકી થ્રી વ્હીલરવાળી ગાડી ચલાવતી જોવા મળે છે, ત્યારે જ એક મહિલા કહે છે કે કેટલી સુંદર બાળકી છે, આના માટે નાનકડો રાજકુમાર શોધવો પડશે. ત્યારબાદ આ શોની થીમ જણાવતો અવાજ બેકગ્રાઉન્ડમાં સંભળાય છે, જેમાં એવું કહેવામાં આવે છે કે બાળ વિવાહ જે સમાજમાં હજી જીવંત છે હવે તેને નાબૂદ કરવા માટે જન્મ લીધો છે નવી આનંદીએ.

કલર્સ વતી ટીઝર શેર કરતાં લખ્યું છે કે, બાળ વિવાહ એ કુપ્રથા છે જે સમાજમાં હજી જીવંત છે. તેને નાબૂદ કરવા માટે એક નવો જન્મ લીધો છે આનંદીએ. એક નવી બાલિકા વધુએ. બાલિકા વધુ સીઝન 2 ટૂંક સમયમાં જ આવી રહ્યું છે ફક્ત કલર્સ પર.આ શોનું ટીઝર રિલીઝ થતાની સાથે જ તે ચાહકોની વચ્ચે છવાય ગયું છે.

બાલિકા વધુની નવી સીઝન ફરી જોવા માટે ફેંસ ઉત્સુક છે. જો કે, હવે સમય જ કહેશે કે, ફેંસ આ સિઝનમાં પહેલી સીઝન જેટલો પ્રેમ આપશે કે નહીં.

બાલિકા વધુ 2 નું શૂટિંગ રાજસ્થાનમાં શરૂ થઇ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ જૂની શૈલીની વાર્તા રાખવા જઇ રહ્યા છે પરંતુ તેને આજના સમય સાથે જોડીને બતાવવામાં આવશે. સમાચાર અનુસાર આનંદી અને જગ્યાના રોલ માટે શ્રેયા પટેલ અને વંશ સયાનીને મેકર્સએ સહી કર્યા છે. જોકે, મેકર્સએ આ નામો પર હજી સુધી કોઈ મહોર લગાવી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સિરિયલ ઓગસ્ટ મહિનાથી શરૂ થઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code