Site icon Revoi.in

અમદાવાદ એરપોર્ટ પર નવા પેરેલલ ટેક્સીવેથી કાર્યક્ષમતામાં વધારો થશે

Social Share

અમદાવાદ, ૨૬ નવેમ્બર 2025: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) બે કોડ C પેરેલલ ટેક્સીવે – રોમિયો (R) અને રોમિયો 1 (R1) નું કમિશનિંગ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ટેક્સી વે R ​​અને ટેક્સીવે R1 એરપોર્ટની કાર્યક્ષમતા અને સલામતી અને રનવેની ક્ષમતામાં વધારો કરશે. SVPIA વર્લ્ડક્લાસ એરપોર્ટ બનાવવા અગ્રેસર છે, તેવામાં આ પેરેલલ ટેક્સીવે એરફિલ્ડ પર એર ટ્રાફિકની ભીડ ઘટાડશે.  

વૈશ્વિક ઉડ્ડયન બેન્ચમાર્કસને અનુરૂપ ટેક્સીવેની સુવિધાનો ઉમેરો ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) ના ધોરણોનું પાલન કરીને બનાવવામાં આવ્યો છે. તે મુસાફરો અને એરલાઇન્સની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવા ભવિષ્ય માટે તૈયાર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના SVPIA ના વિઝનને મજબૂત બનાવે છે.

બંને ટેક્સીવેમાં આધુનિક લાઇટિંગ સિસ્ટમ્સ અને અપગ્રેડેડ સલામતી ચિહ્નો શામેલ છે. તે એન્જિનિયરિંગ અને સેફ્ટી ઓડિટમાંથી પસાર થયા છે. નવા ટેક્સીવેના કમિશનિંગથી સલામતી અને પર્યાવરણમાં નીચે મુજબના ફાયદાઓ થશે:

SVPIA પરથી એપ્રિલથી ઓક્ટોબર 2025 ના સમયગાળા દરમિયાન 7.8 મિલિયનથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. જે વાર્ષિક ધોરણે 7 ટકાનો વધારો દર્શાવે છે. અમદાવાદ એરપોર્ટ એક મુખ્ય પ્રાદેશિક ઉડ્ડયન કેન્દ્ર તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવવાનું જારી રાખશે.

આ માળખાગત વિકાસ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) ની ક્ષમતા, કાર્યક્ષમતા અને ટકાઉપણું વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.તે ગુજરાતના ઉડ્ડયન ક્ષેત્રમાં વિકાસના આગામી તબક્કાનો માર્ગ મોકળો કરે છે.

Exit mobile version