ગુજરાતમાં મેઘમહેરને પગલે જળાશયોમાં નવા પાણીની આવક,14 ડેમ છલકાયાં
અમદાવાદ, 1 ઓગસ્ટ 2026: ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. સુરતના અંબિકા તાલુકામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ડોલવણમાં 16.23, વસોમાં 16.38, વાસંદામાં 16.26, ઉમરપાડમાં 14. 69 ઇંચ વરસાદ નોંધાયો છે. તો નડિયાદમાં 13.43, નેત્રંગમાં 13. 43, ધરમુપરમાં 11 ઇંચ, વઘઇમાં 10.94 ઇંચ વરસાદ પડ્યો છે. તો પેટલાદ, સોજિત્રા અને બોરસદમાં 9 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે ઓલપાડ, તારાપુર અને નવસારીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજયમાં સિઝનનો સરેરાશ વરસાદ 61.50 ટકા થયો છે.
જળસંચયની વાત કરીએ તો, નર્મદા ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 73 ટકા જેટલો થયો છે. ભારે વરસાદના પગલે રાજ્યના 14 ડેમ 100 ટકા સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 22 ડેમ અત્યારે ‘હાઇ એલર્ટ’ પર છે અને 6 ડેમને ‘એલર્ટ’ પર રાખવામાં આવ્યા છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
(Photo-File)


