1. Home
  2. ગુજરાતી
  3. નિકોલસ પુરને MLCમાં ધમાકેદાર સદી ફટકારી, એક બોલથી બચી ગયો ક્રિસ ગેઈલનો વર્લ્ડ રેકોર્ડ
નિકોલસ પુરને MLCમાં ધમાકેદાર સદી ફટકારી, એક બોલથી બચી ગયો ક્રિસ ગેઈલનો વર્લ્ડ રેકોર્ડ

નિકોલસ પુરને MLCમાં ધમાકેદાર સદી ફટકારી, એક બોલથી બચી ગયો ક્રિસ ગેઈલનો વર્લ્ડ રેકોર્ડ

0
Social Share

નવી દિલ્હી, 17 જુલાઈ 2026: ફ્રેન્ચાઇઝી T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો ક્રિસ ગેઈલનો રેકોર્ડ તૂટતા-તૂટતા બચી ગયો. IPL 2013માં રોયલ ચેલેન્જર્સ તરફથી રમતા ગેઈલે પુણે વોરિયર્સ સામે માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરન આ રેકોર્ડની ખૂબ નજીક પહોંચી ગયા હતા; જોકે, તેઓ ગેઈલની સિદ્ધિની બરાબરી કરતા માત્ર એક બોલથી ચૂકી ગયા.

મેજર લીગ ક્રિકેટમાં ‘એમઆઈ ન્યૂ યોર્ક’ (MI New York) તરફથી રમતા નિકોલસ પુરને માત્ર 31 બોલમાં સદી ફટકારીને ધૂમ મચાવી દીધી હતી. તેણે ‘વોશિંગ્ટન ફ્રીડમ’ સામે 33 બોલમાં 106 રનની ઇનિંગ્સ રમી હતી.

આ દરમિયાન પૂરને ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી દીધી. આ ઇનિંગ્સમાં ડાબા હાથના બેટ્સમેને 5 ચોગ્ગા અને 13 શાનદાર છગ્ગા ફટકાર્યા. મેજર લીગ ક્રિકેટ (MLC)માં આ સૌથી ઝડપી સદી છે. એકંદરે T20 ક્રિકેટની વાત કરીએ તો, 2024માં સાયપ્રસ સામે એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે 27 બોલમાં સદી ફટકારી હતી.

ફ્રેન્ચાઇઝી T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી

30 બોલ: ક્રિસ ગેલ

31 બોલ: નિકોલસ પૂરન

35 બોલ: ફિન એલન

35 બોલ: વૈભવ સૂર્યવંશી

35 બોલ: ઉસ્માન ખાન

36 બોલ: વૈભવ સૂર્યવંશી

MI ન્યૂયોર્કની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર

મેચની વાત કરીએ તો, નિકોલસ પૂરનની સદીની મદદથી MI ન્યૂ યોર્કે 20 ઓવરમાં 9 વિકેટે કુલ 266 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોક (51) અને કિરોન પોલાર્ડે (64) પણ અડધી સદી ફટકારી હતી, જ્યારે રચિન રવિન્દ્રએ ચાર વિકેટ ઝડપી હતી. જવાબમાં, વોશિંગ્ટન ફ્રીડમે આઠ બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને છ વિકેટથી વિજય મેળવ્યો.

વોશિંગ્ટન ફ્રીડમ માટે કેપ્ટન સ્ટીવ સ્મિથ અને એન્ડ્રીસ ગાઉસે સદી ફટકારી હતી. સ્મિથ 48 બોલમાં 110 રન બનાવીને અણનમ રહ્યા હતા, જ્યારે ગાઉસે 51 બોલમાં 132 રન ફટકાર્યા હતા. એલિમિનેટરમાં મળેલી આ હાર સાથે MI ન્યૂ યોર્કની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code