લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ અપાઈ
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. પાર્ટીએ લોકસભા મહાસચિવને નોટિસ સોંપી છે જેની ઉપર 118 સાંસદોએ સહી કરી છે. નિયમ 94 સી હેઠળ કોંગ્રેસ આ પ્રસ્તાવ લાવ્યું હોવાનું જાણવા મળે છે. લોકસભા સચિવાયલના સૂત્રોના જણાવ્યા અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મળી છે અને નિયમ અનુસાર તેનું આકલન કરીને આગળ પગલા લેવામાં આવશે.
લોકસભા સ્પીકર ઓમ બિરવા સામે વિપક્ષી પાર્ટીઓ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા મામલે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજૂજીએ જણાવ્યું હતું કે, આનાથી કોઈ ફર્ક પડતો નથી. તેઓ પ્રસ્તાવ લાવી શકે છે પરંતુ તેમની પાસે સાંસદોની સંખ્યા ઓછી છે. તેમણે સ્પીકર પદનું અપમાન કર્યું છે અને અધિકારીઓના ટેબલ ઉપર ચડી ગયા હતા. અમે સ્પીકરને કાર્યવાહી કરવા માટે કહી શકીએ છીએ. જો કે, હું સ્પીકરને કોઈ ખાસ કાર્યવાહી કરવા માટે કહી રહ્યો નથી.
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીને બોલવાની મંજુરી નહીં આપવા મામલે કોંગ્રેસની મહિલા સાંસદ સામે ગૃહમાં અયોગ્ય પરિસ્થિતિ ઉભી કરવાના આરોપસર વિપક્ષ દ્વારા સ્પીકર સામે પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. વિપક્ષ દ્વારા આરોપ લગાવાયો છે કે, લોકસભામાં વિપક્ષી નેતાઓને બોલવા દેવામાં આવતા નથી. જ્યારે સત્તાપક્ષના લોકોને કંઈ પણ બોલવાની છુટ છે. આજે સવારે જ સંસદ પરિસરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં વિપક્ષી નેતાઓની બેઠક મળી હતી જેમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા કરાઈ છે. બેઠકમાં ટીએમસી, વામ દળ, દ્રમુક, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, શિવસેના (યુબીટી) અને એનસીપી (શરદપવાર) સહિતની પાર્ટીઓના નેતાઓએ ભાગ લીધો હતો.
ભારતના ઈતિહાસમાં આવી રીતે 3 વાર સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. સૌ પ્રથમ 1954માં લાવવામાં આવ્યો હતો. ત્યારે સામાજીક કાર્યકર વિગ્નેશ્વર મિસિરએ સ્પીકર જી.વી.માવલંકર સામે પક્ષપાતનો આરોપ લગાવીને પ્રસ્તાવ મુક્યો હતો. જે ફગાવી દેવામાં આવ્યો હતો. 1966માં મધુ લમયે સ્પીકર હુકમસિંહ ઉપર આક્ષેપ કરીને પ્રસ્તાવ મુક્યો હતો. જે પણ ફગાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત 1987માં સોમનાથ ચેટર્જીએ પણ સ્પીકર બલરામ જાખડ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.
આ પણ વાંચોઃ આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા અભિનેતા રાજપાલ યાદવની મદદે આવ્યો સોનુ સૂદ


