1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં હવે ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે રૂપિયા 600નો ખર્ચ કરવો પડશે
ગુજરાતમાં હવે ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે રૂપિયા 600નો ખર્ચ કરવો પડશે

ગુજરાતમાં હવે ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે રૂપિયા 600નો ખર્ચ કરવો પડશે

0
Social Share

અમદાવાદઃ  રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સની ફીમાં રાતોરાત 100 ટકાનો વધારો કરી દેવાતા વિરોધ ઊભો થયો છે. ફી વધારાના પરિપત્ર પહેલાં જ અરજી કરનારા વાહનચાલકો પાસેથી પણ નવો ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. સામાન્ય સંજોગોમાં કોઈ વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ ગૂમ અથવા કોઇ કારણોસર તૂટી જાય તેવા સંજોગોમાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાની ફરજ પડે છે. હવે ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે રૂપિયા 600નો ખર્ચ કરવા પડશે.

આર.ટી.ઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, આરટીઓમાં તમામ સેવા ઓનલાઈન બનાવી દેવામાં આવી છે. અત્યાર સુધી અરજદારે ડુપ્લિકેટ લાયસન્સ માટે રૂ. 200 લાયસન્સ ફી, તથા રૂ. 200 સ્માર્ટ કાર્ડ ચાર્જ રૂપે એમ કુલ રૂપિયા 400માં ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મળી જતું હતું. જોકે ગત સપ્તાહે વાહનવ્યવહાર વિભાગ દ્વારા અચાનક ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ ફી રૂ. 200થી વધારીને રૂ. 400 કરી દેવાઇ છે. તદુપરાંત રૂ. 200 સ્માર્ટ કાર્ડ ચાર્જ સાથે હવે ડુપ્લિકેટ લાઇસન્સ માટે અરજદારોએ કુલ રૂ. 600 ચૂકવવા પડશે. આ પ્રકારના ફી વધારા અંગે સામાન્ય રીતે વાહનવ્યવહાર વિભાગ દ્વારા જાહેર જનતાને જાણ થાય તે પ્રકારે અગાઉથી જાહેરાત કરવામાં આવે છે. પરંતુ આ ફી વધારા અંગે આર.ટી.ઓ કચેરીના અધિકારીઓ પણ અજાણ હોવાનું કહેવાય છે. આમ તો નિયમ એવો છે. કે, આરટીઓના પરિપત્ર બાદ ફી વધારાનો અમલ કરવાનો હોય છે પરંતુ પરિપત્ર જાહેર કરાયાં પહેલાંથી જ કચેરી દ્વારા ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સના અરજદારો પાસેથી પણ નવો ફી વધારો વસૂલાઇ રહ્યો છે. જેના કારણે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ અંગે આરટીઓ અધિકારીઓને પૂછતા તેમણે કંઈ ખબર ન હોવાનું કહ્યું હતું,

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code