
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટ્રેસ્ટના પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો, 5 વિકેટ ગુમાવી બનાવ્યાં 326 રન
અમદાવાદઃ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજી ટ્રેસ્ટનો પ્રારંભ થયો હતો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે પાંચ વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યાં હતા. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 110 રન બનાવી અને કુલદીપ યાદવ એક બનાવીને ક્રીઝ ઉપર છે.
પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની પ્રથમ વિકેટ 22 રને યશસ્વી જયસ્વાલના રૂપે પડી હતી. જયસ્વાલ 10 રન બનાવીને વુડની ઓવરમાં કેચ આઉટ થયો હતો. જ્યારે 24 રને શુભમનગીલ (0)ની વિકેટ પડી હતી. જ્યારે રજત પાટીદાર પાંચ રન બનાવીને પેવેલિયન ફર્યો હતો. આમ ભારતીય ટીમે માત્ર 33 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. જે બાદ કેપ્ટન રોહિત શર્મા અને જાડેજા વચ્ચે 204 રનની ભાગીદારી થઈ હતી. રોહિત શર્માએ 281 બોલમાં 14 ફોર અ 3 સિક્સરની મદદથી 131 રન બનાવ્યાં હતા.
237 રનના સ્કોર ઉપર રોહિત શર્માના રૂપમાં ભાજપની ચોથી વિકેટ પડી હતી. જે બાદ પીચ ઉપર શરફરાઝ શેખ આવ્યો હતો. તેણે રવિન્દ્ર જાડેજા સાથે 77 રનની ભાગીદારી કરી હતી. શેખે નવ ફોર અને બે સિક્સરની મદદથી 66 બોલમાં 62 રન બનાવ્યાં હતા. બીજી તરફ હોમ પીચ ઉપર રવિન્દ્ર જાડેજાએ પીચ ઉપર ટકીને ચારેય તરફ રન ફટકાર્યાં હતા. રવિન્દ્ર જાડેજાએ 212 બોલમાં 9 ફોર અને 2 સિક્સરની મદદથી 110 રન બનાવ્યાં હતા. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડએ અસરદાર બોલિંગ કરી હતી. તેણે 17 ઓવરમાં 69 આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ટોમ હર્ટલેયએ એક વિકેટ ઝડપી હતી.