Site icon Revoi.in

રાજ્યસભામાં જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ

Social Share

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને પદ પરથી હટાવવા માટે વિરોધ પક્ષોએ મંગળવારે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર 70 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. વિપક્ષી પાર્ટીઓ સતત રાજ્યસભાના અધ્યક્ષ પર પક્ષપાતનો આરોપ લગાવી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભા અને રાજ્યસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. મણિપુર અને સંભલહિંસા સહિતના બનાવોને લઈને વિપક્ષ દ્વારા સંસદમાં મોદી સરકારને ઘેરવાના સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. જેના પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી સદનની કાર્યવાહી ચાલી રહી નથી. દરમિયાન કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. એટલું જ નહીં ઈન્ડી ગઠબંધનના સભ્યો પણ કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર હોવાનું જાણવા મળે છે.

રાજ્યસભામાં કોંગ્રેસ અને વિપક્ષ આક્રમક અંદાજમાં જોવા મળ્યાં હતા. વિપક્ષ દ્વારા અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરાઈ હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ અનુસાર, કોંગ્રેસે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને હટાવવાનો પ્રસ્તાવ લાવવાની પહેલ કરી છે અને તેને ઈન્ડી ગઠબંધનના ઘણા નેતાઓનું સમર્થન પણ મળ્યું છે. સોમવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને જયરામ રમેશ અને કેટલાક અન્ય નેતાઓએ ખડગેના નિવાસસ્થાને આ મુદ્દે ચર્ચા કરી હતી.