1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તિબેટની સરહદ નજીક જોવા મળ્યા પાકિસ્તાન-ચીનના ફાઈટર જેટ્સ, ભારત હાઈએલર્ટ
તિબેટની સરહદ નજીક જોવા મળ્યા પાકિસ્તાન-ચીનના ફાઈટર જેટ્સ, ભારત હાઈએલર્ટ

તિબેટની સરહદ નજીક જોવા મળ્યા પાકિસ્તાન-ચીનના ફાઈટર જેટ્સ, ભારત હાઈએલર્ટ

0
Social Share

નવી દિલ્લી: ચીન અને પાકિસ્તાનના ફાઈટર જેટ્સ દ્વારા તિબેટ સરહદ પર લશ્કરી કવાયત કરવામાં આવી છે. બંન્ને દેશના વિમાનોએ આકાશ ગજવ્યું હતુ જેના કારણે ભારતે પણ સતર્ક થઈને ચાંપતી નજર ગોઠવી દીધી છે.

ચીને એક તરફ ભારત સાથેના સરહદી વિવાદો ઉકેલવાના નિવેદનો આપવાનું શરૂ કર્યું છે તો બીજી તરફ તિબેટની સરહદમાં પાકિસ્તાન સાથે મળીને સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરી છે. પહેલાં 15 દિવસની લશ્કરી કવાયત થવાની હતી, પરંતુ અચાનક ચીન-પાકિસ્તાને એ સમયમર્યાદા વધારીને એક માસ કરી દીધી છે.

આ લશ્કરી કવાયતના ભાગરૂપે ચીન-પાકિસ્તાનની સેના હવાથી હવા, હવાથી પાણી અને હવાથી જમીનમાં નિશાન સાધવાની પ્રેક્ટિસ કરે છે. ભારતની સરહદ નજીક ચીન-પાકિસ્તાનના વિમાનોની સતત હાજરી દર્જ થતાં ભારતીય સૈન્ય હાઈએલર્ટ બન્યું છે. તે ઉપરાંત રડાર પર ખાસ વોચ ગોઠવવામાં આવી છે. ઈન્ડિયન એરફોર્સના લડાકુ વિમાનો પણ કોઈ આક્રમક હરકત થાય તો તેનો જવાબ આપવા સજ્જ છે.

ચીનની વાયુસેનાના અધિકારીઓ પાકિસ્તાનના ફાઈટર પાઈલટ્સને વિશેષ તાલીમ આપી રહ્યા હોવાનું પણ જણાયું હતું. આવી સ્થિતિ વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલમાં તૈનાત સૈન્યને વધારે સાવચેત રહેવાની સૂચના અપાઈ હતી.

જો કે ચીન દ્વારા અવાર-નવાર ભારતની સરહદ પર અડપલા કરવામાં આવતા હોય છે અને ભારતીય સેના દ્વારા તેનો જવાબ પણ આપવામાં આવતો હોય છે. છેલ્લા એક વર્ષમાં ચીન દ્વારા ભારતની સરહદ પર અણધાર્યુ કૃત્ય કરવામાં આવતા ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં વધારે ખટાશ આવી છે અને વણસ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code