સમગ્ર એશિયામાં રહેવા લાયક સૌથી ખરાબ શહેરોમાં પાકિસ્તાનનું કરાચી, રહેવા લાયક સૌથી બેસ્ટ સિટી ઓસ્ટ્રેલિયાની રાજઘાની – APACની યાદી જાહેર
વિશ્વભરમાં એવા દેશોનો સમાવેશ થાય છે કે જ્યાં રહેવું સૌથી બેસ્ટ પણ છે તો કેટાક શહેરોમાં રહેવું સૌથી ખરાબ ગણાય છે ત્યારે હવે એશિયામાં રહેવા લાયક સૌથી ખરાબ અને સારા સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે પાડોશી દેશ પાકિસ્તાનનું શહેર કરાંચી રહેવા માટે સૌથી ખરાબ શહેર તરીકે આંકવામાં આવ્યું છે
પ્રાપ્ત વિગત પ્રમાણે વિશ્વના સૌથી વધુ રહેવા યોગ્ય શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. ભારત આમાં પાકિસ્તાનને પાછળ છોડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એશિયા પેસિફિક (APAC)ની યાદીમાં 173 શહેરોના નામ સામેલ છે. જેમાં ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાને રહેવા માટે શ્રેષ્ઠ શહેર ગણાવ્યું છે.
આ શહેરોની રેન્કિંગ સ્વાસ્થ્ય, શિક્ષણ, ટકાઉપણું, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ સહિત ઘણા મહત્વપૂર્ણ પરિબળોના આધારે કરવામાં આવી છે. વિશ્વના આ 173 સૌથી વધુ રહેવા યોગ્ય દેશોની યાદીમાં ચાર ભારતીય શહેરો બેંગલુરુ, ચેન્નાઈ, નવી દિલ્હી અને મુંબઈનો પણ સમાવેશ થાય છે.
આ જારી કરાયેલા રિપોર્ટમાં એશિયા-પેસિફિક શહેરોમાં ચાર ભારતીય શહેરો, જેમ કે નવી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ, 45 થી 50 માં ક્રમે છે. રેન્કિંગમાં તળિયે સરકી ગયેલા 10 શહેરોમાંથી ત્રણ યુકેમાં એડિનબર્ગ, માન્ચેસ્ટર અને લંડન અને યુએસમાં લોસ એન્જલસ અને સાન ડિએગો છે.
લંડન એક વર્ષ પહેલાની સરખામણીએ 12 સ્થાન ઘટીને 46મા ક્રમે અને ન્યૂયોર્ક 10 સ્થાન ઘટીને 69મા ક્રમે છે. પાકિસ્તાનની આ સ્થિતિ રિપોર્ટમાં સૌથી ઓછું રહેવા યોગ્ય શહેર સીરિયાની રાજધાની દમાસ્કસ છે. તેણે 10 વર્ષથી વધુ સમયથી તેનું સ્થાન જાળવી રાખ્યું છે.
આ યાદીમાં પાકિસ્તાનના શહેરો ઘણા ઓછા જોવા મળ્યા છે. તે બીજા, ત્રીજા છે ઈકોનોમિસ્ટના અહેવાલ મુજબ ડેનમાર્કના કોપનહેગન વિયેના પછી બીજા સ્થાને યથાવત છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન અને સિડની યાદીમાં ત્રીજા અને ચોથા સ્થાને છે. જ્યારે કેનેડાના ત્રણ શહેરો ટોપ 10માં સામેલ છે. જાપાનની ઓસાકાએ 10મું સ્થાન મેળવ્યું છે.
આ સિવાય જે શહેરોને ખરાબ ગણાવવામાં આવ્યા છે તેમાં પાકિસ્તાનનું કરાચી છે, જે 169માં ક્રમે છે. તે જ સમયે, પાપુઆ ન્યુ ગિનીનું પોર્ટ મોરેસ્બી 168માં અને બાંગ્લાદેશનું ઢાકા 167માં સ્થાને છે.