(તાજેતરમાં સ્વરા ભાસ્કર નામના કથિત અભિનેત્રીએ પદ્માવત ફિલ્મના સંદર્ભમાં સદીઓ પહેલાંની જૌહરની ઘટનાને મહિલાઓની નબળાઈ તરીકે ચીતરવા પ્રયાસ કર્યો. જોકે એ વાત અલગ છે કે, દેશમાં અનેક લોકોએ સ્વરાને જવાબો આપ્યા. પરંતુ સાવ જૂજ લોકો જાણે છે કે, રાજસ્થાનની જૌહર જેવી ઘટના સદીઓ પહેલાં ગ્રીસમાં પણ બની હતી. ધ ડોઝિયર નામના એક અભ્યાસુ સમાચાર પોર્ટલ ઉપર સ્વરાના વિવાદી નિવેદન બાદ નીના રાય દ્વારા લખવામાં આવેલો લેખ દરેક રાષ્ટ્રવાદી ભારતીયોએ અચૂક વાંચવો જોઈએ. પ્રસ્તુત છે એ લેખનો ગુજરાતી અનુવાદ.)
———-
જૌહર (સમૂહ આત્મદાહ) પછીની સાંજે મહિલાઓના અવસાન બાદ રાજપૂતો અને બચેલા પુરુષોએ કેસરિયા ધારણ કર્યાં, પોતાના શરીર પર હળદર લગાવી અને પાછા ન ફરવાના ઈરાદા સાથે દુશ્મન સામે અંતિમ તથા ભીષણ યુદ્ધ ખેલવા માટે કિલ્લાના દરવાજા બહાર નીકળી પડ્યા. આત્મસમર્પણ અને ત્યારપછીની ગુલામી અસ્વીકાર્ય હોવાથી સળગતા આક્રોશ સાથે તેઓ વિજય અશક્ય હોવા છતાં આક્રમણકારી ઇસ્લામિક સેનાઓ સામે ધસી ગયા. તેઓ આવા કેસરિયાને ‘સાકા’ કહેતા હતા.
હિન્દુઓ જાણતા હતા કે દરવાજે ઊભેલા બર્બર આક્રમણકારો મહિલાઓના મૃતદેહો પર પણ બળાત્કાર કરવાના આદિ હતા. જૌહરની અગ્નિ દ્વારા મહિલાઓએ આક્રમણકારી મુસ્લિમોની મનની મુરાદ બર નહોતી આવવા દીધી. બંદી બનવાને બદલે મૃત્યુને પસંદ કરીને તેમણે સૈન્ય પરાજયની સ્થિતિમાં પણ નૈતિક વિજય મેળવ્યો. રાજપૂત પુરુષો વીરગતિ પામ્યા પછી આક્રમણકારી દુશ્મન માટે કિલ્લાની ખાલી દીવાલો વચ્ચે માત્ર રાખ જ બચી હતી.
14મી સદીના ચિત્તોડના ઘેરાબંધી પર આધારિત 2018ની ફિલ્મ ‘પદ્માવત’, જેમાં આક્રમણકારોની સંખ્યા રક્ષકો કરતાં ઘણી વધારે હતી, આ દ્રશ્યોને ખૂબ જ સચોટ રીતે દર્શાવે છે. જોકે, આ ફિલ્મના એક જાહેર સમીક્ષકે તાજેતરમાં દલીલ કરી હતી કે જૌહરના દ્રશ્યો બળાત્કારને મહિલાના જીવનનો અંત ગણાવે છે. ફિલ્મ જોતી બળાત્કાર પીડિતાઓને એવું લાગશે કે જીવતા રહેવા કરતાં તેમણે મૃત્યુ પામવું જોઈતું હતું. એવો સંકેત આપવામાં આવ્યો હતો કે આત્મહત્યા કરવાને બદલે વ્યક્તિએ ‘જીવન પસંદ કરવું’ જોઈએ કારણ કે તે કાયરતા હતી. સગર્ભા સ્ત્રી જૌહરમાં ભાગ લેતી હોય તેવું દ્રશ્ય અસ્વીકાર્ય હતું, કારણ કે જાતીય હિંસાની ધમકીને કારણે અજન્મા બાળકને ‘જીવન’થી વંચિત ન રાખવું જોઈએ.
આ ફિલ્મ અને જૌહર તથા સાકાના વીરતાપૂર્ણ કૃત્યો સામે આવી ટિપ્પણીઓ થઈ હોય તેવું આ પહેલી વાર નથી અને હા, છેલ્લી વાર પણ નથી. દુર્ભાગ્યે ઇતિહાસથી તદ્દન અજ્ઞાન લોકો આવી દલીલો કરે છે અને ભૂતકાળમાં સ્ત્રીઓના બલિદાનને આજના મુદ્દાઓ સાથે સરખાવે છે.
જોકે, આપણી પૂર્વજ મહિલાઓના ગૌરવને કાયરતામાં ખપાવીને ‘મહિલા સશક્તિકરણ’ લાદવાના પ્રયાસ અત્યંત આઘાતજનક છે. તેથી જે સંદર્ભ પર આ ફિલ્મ આધારિત છે તેમાં ‘જીવન પસંદ કરવા’નો અર્થ શું હતો તે સમજવું મહત્વપૂર્ણ બની જાય છે.
ફર્નાન્ડ બ્રોડેલના પુસ્તક ‘એ હિસ્ટ્રી ઓફ સિવિલિઝેશન્સ‘માં ભારતમાં ઇસ્લામિક શાસનને એક ‘વસાહતી પ્રયોગ’ તરીકે વર્ણવવામાં આવ્યો છે જે ‘અત્યંત હિંસક’ હતો અને ‘મુસ્લિમો પદ્ધતિસરના આતંક વિના દેશ પર શાસન કરી શક્યા ન હતા’. ક્રૂરતા સામાન્ય બાબત હતી. સળગાવી દેવું, ત્વરિત મૃત્યુદંડ, ક્રોસ પર ચડાવવું કે ભાલા પર પરોવી દેવું અને અવનવી યાતનાઓ આપવી. મસ્જિદો બનાવવા માટે હિન્દુ મંદિરોનો વિનાશ કરવામાં આવ્યો. બળજબરીથી ધર્માંતરણ કરાવવામાં આવ્યા. જો ક્યારેય કોઈ વિદ્રોહ થતો તો તેને તાત્કાલિક અને ભીષણ રીતે કચડી નાખવામાં આવતો: ઘરો સળગાવી દેવામાં આવતાં, ગ્રામીણ વિસ્તારો ઉજ્જડ કરી દેવાતા, પુરુષોની હત્યા કરવામાં આવતી અને સ્ત્રીઓને ગુલામ બનાવી લેવામાં આવતી.
સ્વતંત્રતા પછી ભારતના શિક્ષણ અને બુદ્ધિજીવી વર્ગ પર પ્રભુત્વ ધરાવતા સામ્યવાદીઓ અને ઇસ્લામવાદીઓ દ્વારા હિન્દુઓ પર મુસ્લિમ આક્રમણકારો (મુઘલો, તુર્કો વગેરે) દ્વારા આચરવામાં આવેલી ક્રૂરતાને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને એમનાં જંગલી કૃત્યોને ‘મહાન’ તરીકે દર્શાવવાનું પસંદ કરાયું હતું. આ કારણે આધુનિક ભારતીય વ્યક્તિને ‘પુરુષોની હત્યા કરાતી અને સ્ત્રીઓને ગુલામ બનાવાતી’ તે વાતનો બહુ ઓછો ખ્યાલ છે.
જ્યારે હિન્દુઓ પોતે હિન્દુ મહિલાઓ પર થયેલા સામૂહિક બળાત્કાર, જાતીય ગુલામી અને પુરુષોની વ્યાપક હત્યાઓ વિશે વાત કરે છે ત્યારે તેને ખોટી, અતિશયોક્તિપૂર્ણ કે તદ્દન અસત્ય ગણાવવામાં આવે છે. આ દેશમાં સત્ય બોલવાને અશાંતિ અને મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ તરીકે ઓળખાવવામાં આવે છે. તેથી અહીં આજે બિન-હિન્દુ પ્રજાતિઓ પર થયેલા અત્યાચાર અને વિદેશી લેખકોની વાત કરવામાં આવી છે. આનાથી હિન્દુઓ પર ગુજારવામાં આવેલી બર્બરતાનો અંદાજ મેળવવો સરળ બનશે. મુસ્લિમોએ યુરેશિયામાં સ્ત્રીઓ સાથે જે કર્યું, તે જ તેમણે અખંડ ભારતના હિન્દુ મહિલાઓ સાથે પણ કર્યું હતું.
સમાન ઇસ્લામિક બર્બરતા, સ્થળ અને પ્રજા અલગ…
માત્ર 200 વર્ષ પહેલાં તુર્કીના પશ્ચિમ કિનારેથી માત્ર 8 કિ.મી. દૂર ઉત્તરીય એજિયન સમુદ્રમાં આવેલા ગ્રીસના પાંચમા સૌથી મોટા ટાપુ કિયોસ (Chios)માં ઓટોમન સામ્રાજ્ય હેઠળ તુર્કો સામે ગ્રીકોનો વિદ્રોહ થયો હતો. હિન્દુ વિદ્રોહની જેમ જ જો ગ્રીક વિદ્રોહ થાય તો તેને પણ તાત્કાલિક અને ભીષણ રીતે કચડી નાખવામાં આવતો: ઘરો સળગાવી દેવામાં આવતા, ગ્રામીણ વિસ્તારો ઉજ્જડ કરી દેવાતા, પુરુષોની હત્યા કરવામાં આવતી અને સ્ત્રીઓને ગુલામ બનાવી લેવામાં આવતી.
લેખક હોમર પાવલોસ જણાવે છે: ’30 માર્ચ, 1822ના રોજ જ્યારે કિયોસમાં નરસંહાર શરૂ થયો ત્યારે મુસ્લિમ તુર્કો પાસે સ્પષ્ટ આદેશો હતા. સુલતાને આદેશ આપ્યો હતો કે 3 થી 12 વર્ષના છોકરાઓ અને 12 થી 40 વર્ષની સ્ત્રીઓ સિવાયના તમામ ગ્રીક ખ્રિસ્તીઓની હત્યા કરી દેવી. આ લોકોને બંદી બનાવીને ગુલામ બજારો માટે મોકલવામાં આવશે.
મુસ્લિમોનો ઉન્માદ અણધાર્યો હતો. ઘણા તુર્ક સૈનિકોએ ગ્રીક ખ્રિસ્તીઓનાં માથાં વાઢી નાખ્યાં અને પછી તેમની તલવારો ચાટી. આ કૃત્યથી તેઓ માનતા હતા કે તેમને જન્નતમાં સ્થાન મળશે. અન્ય લોકોને ડર બેસાડવા માટે ટાપુના ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા હતા.
માનવ શરીરના કપાયેલા અંગો અને મૃતદેહો શેરીઓમાં વેરવિખેર પડ્યા હતા, જ્યારે સમુદ્ર લોહીથી લાલ થઈ ગયો હતો. સળગતા ઘરોમાંથી નીકળતા ધુમાડાએ આખા કિયોસને ઢાંકી દીધું હતું, જ્યારે આગની જ્વાળાઓ રાતને દિવસ જેવી બનાવી રહી હતી.’
મુસ્લિમ માલિક દ્વારા ગુલામ બનાવાયેલી સ્ત્રીઓને આપેલી ભેટ અપમાન અને અધોગતિભર્યું જીવન હતું. તુર્કો અને મુઘલો જેવા ઇસ્લામિક આક્રમણકારોની અનિયંત્રિત વાસના અને સંતાનઉત્પત્તિ સુધી સીમિત કરી દીધું હતું. જે સ્થિતિ ભારતમાં એક સમયે આવા જ આક્રમણકારીઓએ કરી હતી.
કિયોસના નરસંહાર પર પાવલોસ વધુમાં ઉમેરે છે: ‘યુવાન છોકરીઓ પર શેરીઓમાં જાહેરમાં બળાત્કાર કરવામાં આવ્યા હતા અને નવવધૂઓ પર તેમના પતિઓ સામે બળાત્કાર કરાયા હતા, જેમની બાદમાં હત્યા કરી દેવાઈ હતી. અન્ય મહિલાઓ પર તેમનાં માતા-પિતા સામે બળાત્કાર કરવામાં આવ્યો હતો, જે પછી પુરુષોના ગુપ્તભાગો કાપી નાખવામાં આવ્યા હતા.’
40 વર્ષથી વધુ વયની મહિલાઓને સળગાવી દેવામાં આવી હતી અને જીવતી સળગવા માટે છોડી દેવામાં આવી હતી. સગર્ભા સ્ત્રીઓનું પેટ ચીરીને તેમના ગર્ભ બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જ્યારે નાનાં બાળકોને પથ્થરો પર પછાડીને મારી નાખવામાં આવ્યા હતા.
કિયોસની ઘણી મહિલાઓએ અનાદર અને ગુલામી કરતા મૃત્યુને પસંદ કર્યું. તેમણે ટેકરીઓ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. કેટલીક મહિલાઓ પોતાના બાળકો, ભાઈ-બહેનો અને પતિઓનું રક્ષણ કરતી વખતે માર્યા ગયા. બંદી બનાવવામાં આવેલી મહિલાઓમાંથી પણ કેટલીક ભૂખ હડતાળથી અવસાન પામી. ટાપુની નિરાધાર મહિલાઓ અને બાળકોને જહાજોમાં ભરીને સ્મિર્ના અને કન્સ્ટેન્ટિનોપલના બજારોમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને અપમાનજનક કિંમતે ગુલામ તરીકે વેચવામાં આવ્યા.
1 મે, 1822 સુધીમાં કિયોસમાં ‘તેસ્કેરેસ’ તરીકે ઓળખાતા 41,000થી વધુ ગુલામ માલિકીના દસ્તાવેજો જારી કરવામાં આવ્યા હતા. સ્મિર્નાના ફ્રેન્ચ ભાષાના અખબાર સ્પ્રેક્ટેટર ઓરિએન્ટલ અનુસાર, 10 મે સુધીમાં સ્મિર્ના કસ્ટમ્સ પર 40,000 ગુલામો માટે જકાત ચૂકવવામાં આવી હતી.’
કન્સ્ટેન્ટિનોપલમાં મહિલાઓ માટેનું સૌથી પ્રખ્યાત ગુલામ બજાર ઔરત બજાર (તુર્કીમાં અવરેત પઝારલરી) હતું. તેથી ક્ષત્રિય અને અન્ય ઈચ્છુક મહિલાઓની જેમ જો કોઈ સ્ત્રી જૌહરના સમૂહ આત્મદાહમાં અવસાન ન પામે તો બળાત્કારનો ભોગ બન્યા પછી આ ઔરત બજાર જ તેનું નસીબ બનતું હતું. કિયોસ જેવી મહિલા ગુલામોની અતિશયતાના કિસ્સામાં તેમને માછલી બજારોમાં અને શેરીઓમાં પણ વેચવામાં આવતી હતી.
ગ્રીક ક્રાંતિ દરમિયાન કન્સ્ટેન્ટિનોપલમાં બ્રિટિશ દૂતાવાસના પાદરી તરીકે સેવા આપનાર ખ્રિસ્તી રિવરેન્ડ રોબર્ટ વેલ્શ તેમના પુસ્તકની શરૂઆત તુર્કીની આક્રમણકારી સેનાઓ દ્વારા ગુલામ તરીકે લેવાયેલી મહિલાઓ અને બાળકોના ભયાનક દ્રશ્યોથી કરે છે.
તેઓ જણાવે છે: ‘ગુલામ બનાવવાની અને મિલકત મેળવવાની રીત આ પ્રમાણે છેઃ કોઈપણ વ્યક્તિ જે લૂંટફાટ માટે સ્વયંસેવક તરીકે સૈન્યમાં જોડાય છે તે ઘરમાં ઘૂસી જશે અને તેને સળગાવી દીધા પછી તથા પુખ્ત વયના પુરુષોને મારી નાખ્યા પછી મિલકત સાથે મહિલાઓ અને છોકરાઓને લઈ જશે.’
ત્યારપછી તેઓ આગામી કસ્ટમ-હાઉસ પર જાય છે અને 20 પિયાસ્ટર અથવા લગભગ 10 શિલિંગ (આજના આશરે 60 રૂપિયા) ચૂકવીને ટિકિટ મેળવે છે, જે ગુલામીને પ્રમાણિત કરે છે. ત્યારબાદ તે અભાગી પરિવારની વ્યક્તિઓ તેમની તમામ સંતતિ (સંતાનો અને વંશજો) સાથે કાયમ માટે આક્રમણકારોની મિલકત બની જાય છે!
પરંતુ ગ્રીસના કિયોસની અભાગી મહિલાઓ અને બાળકોનો પુરવઠો એટલો બધો હતો કે તેમને કોઈપણ જાહેર જગ્યાએ, શેરીઓમાં પણ વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સૌથી સામાન્ય બાલુક બજાર અથવા ફિશ-માર્કેટ હતું. અહીં 12 થી 14 વર્ષની ઘણી ગરીબ છોકરીઓને અંગ્રેજી મેળામાં ઢોરની જેમ વેચવામાં આવતી હતી.
તેમાંથી કેટલીક ચોયણી કે જરૂરી વસ્ત્રો વગરની હતી (એટલે કે તેઓ નગ્ન હતી અને તેમના ગુપ્ત ભાગો બધાને દેખાતા હતા). ડર અને ચિંતાએ તેમને એટલી અસર કરી હતી કે તેમણે માનવ દુઃખનું એવું કરૂણ ચિત્ર રજૂ કર્યું હતું જે મેં અગાઉ ક્યારેય જોયું ન હતું અને જેનું વર્ણન કરી શકાય તેમ નથી.
તેમના દુઃખ છતાં તુર્કો દ્વારા તેમની સાથે તિરસ્કારપૂર્ણ વર્તન કરવામાં આવતું હતું, કોઈપણ મર્યાદા કે શિષ્ટાચાર વગરનું, જે રીતે તુર્કો અન્ય કોઈ મહિલા પ્રત્યે દર્શાવે છે.
તેમને પશુઓની જેમ ક્રૂરતાથી પકડવામાં આવતી અને તપાસવામાં આવતી (અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવતો) અને પ્રતિ વ્યક્તિ 100 પિયાસ્ટર અથવા 3 પાઉન્ડ (આજના આશરે 380 રૂપિયા) ના દરે વેચવામાં આવતી.
તમે સાંભળ્યું હશે કે ચંચળ ગ્રીક મહિલાઓને પરિસ્થિતિ બદલાવાથી બહુ અસર થતી નથી અને તેઓ તુર્કી હરમમાં મળતા સુખો સાથે સરળતાથી અનુકૂલન સાધી લે છે. પણ આ વાત પર ક્યારેય વિશ્વાસ ન કરતા.
સ્વતંત્ર જન્મેલી ગ્રીક મહિલાઓ તુર્કો વચ્ચેની ગુલામી પ્રત્યે જે ડર અને અણગમો અનુભવતી હતી તે વાસ્તવિક હતો અને તેઓ મૃત્યુને જ પ્રાથમિકતા આપતી હતી.’
તેથી, જો સ્વતંત્ર જન્મેલી ગ્રીક મહિલાઓએ મૃત્યુને પસંદ કર્યું, તો સ્વતંત્ર જન્મેલી હિન્દુ મહિલાઓ જૌહરમાં મૃત્યુને કેમ પસંદ ન કરે? ઇસ્લામિક જગતના ઔરત બજારોમાં વેચાતી વખતે ગુલામ સ્ત્રીઓને પશુઓ કરતાં પણ ખરાબ ગણવામાં આવતી અને અત્યંત તિરસ્કાર સાથે વર્તવામાં આવતી. તેઓ માત્ર શારીરિક પીડા જ નહીં, પરંતુ જાહેર અનાદર પણ ભોગવતી હતી કારણ કે આક્રમણકારનો ઉદ્દેશ્ય તેમને તીવ્ર અપમાનિત કરવાનો હતો.
‘ઔરત’ શબ્દ અરબીના મૂળ શબ્દ ‘અવરાહ (awrah)’ માંથી આવ્યો છે. શાસ્ત્રીય અને ધાર્મિક અરબીમાં ‘અવરાહ’ નો અર્થ ‘શરીરનો ગુપ્ત ભાગ’ થાય છે.
સ્ત્રીને માત્ર તેના ગુપ્તભાગ સુધી જ સીમિત કરી દેવાઈ નહોતી, પરંતુ તેનું મૂલ્ય 380 રૂપિયા હતું જે આજે કૂતરાના સારા પેકેટના ખોરાક કરતાં પણ સસ્તું છે. આ કિંમતે એક મુસ્લિમ તુર્ક તેને તેના આખા જીવન માટે ખરીદી શકતો હતો અને તેની સાથે ઈચ્છા મુજબ વર્તી શકતો હતો.
આ ઔરત બજારોમાંથી ફારસી/ભારતીય શબ્દ ‘બજારૂ ઔરત’ આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘બજારની સ્ત્રી’. આજકાલ તેનો ઉપયોગ સ્ત્રીના ‘ખરાબ ચરિત્ર’, નબળા નૈતિક મૂલ્યો અથવા અશ્લીલ વર્તનને દર્શાવવા માટે અપમાન તરીકે થાય છે. કાનૂની અને પરંપરાગત સંદર્ભમાં, તે વેશ્યા અથવા પતિતા જેવા શબ્દોનું સમાનાર્થી છે. ગુલામ મહિલાને પણ એ જ સંદર્ભમાં જોવામાં આવતી હતી; આખરે તેણીને અને તેના ગુપ્ત ભાગોને પણ બજારોમાં અશ્લીલ રીતે પ્રદર્શિત કરવામાં આવતા હતા અને વેશ્યાની જેમ તેને કોઈપણ ખરીદનારને વેચવામાં આવતી હતી.
ઇતિહાસના જ્ઞાનની ભારે ગરીબીથી પીડાતા પુરુષો અને સ્ત્રીઓએ હવેથી જૌહર કરનારી વીર મહિલાઓનો અનાદર ન કરવો જોઈએ. આત્મસન્માની સ્ત્રીઓને ‘બજારૂ ઔરત’ બનવાની કોઈ ઈચ્છા નહોતી, કારણ કે જો તેઓ આત્મહત્યા કરવાને બદલે ‘જીવન પસંદ કરતી’ તો તેમનું ભવિષ્ય આ જ હતું.
14મી સદીની મહિલાઓના કૃત્યોની સરખામણી, અર્થાત જે ઇસ્લામિક આક્રમણોનો સમય હતો જ્યાં બળાત્કાર એ યુદ્ધ જીતવાનું કાનૂની ઇનામ હતું, તેની સામે આજના યુગ સાથે કરવી સંપૂર્ણપણે અપરિપક્વ છે, જ્યાં પીડિતોના રક્ષણ અને ગુનેગારોને સજા આપવા માટે કાયદા છે.
સ્વતંત્ર જન્મેલી યુરોપિયન મહિલાઓએ પણ સ્વતંત્ર જન્મેલી હિન્દુ મહિલાઓની જેમ જ મૃત્યુ પસંદ કર્યું હતું. જો ખ્રિસ્તી મહિલાઓને તેમની પસંદગીઓ માટે શરમજનક ન ગણવામાં આવતી હોય, તો હિન્દુ મહિલાઓને પણ શરમજનક ન ગણવી જોઈએ. આધુનિક સમયના ગ્રીકોએ સમૂહ આત્મહત્યા કરનાર વીર મહિલાઓ અને બાળકોના સન્માનમાં ભવ્ય સ્મારકો બનાવીને યોગ્ય નિર્ણય લીધો છે.
ગ્રીસના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવું જ એક ભવ્ય સ્મારક ટેકરીની ટોચ પર ખડકો પર આવેલું છે, જ્યાંથી ઓટોમન ગુલામીથી બચવા માટે સુલી (Souli)ની મહિલાઓ અને બાળકોએ આત્મહત્યા કરી હતી. સુલી એ ગ્રીસનો એક પર્વતીય પ્રદેશ છે જ્યાં નાગરિકો ઓટોમન શાસનથી દૂર મુક્તપણે જીવવા માંગતા હતા. જોકે, સ્થાનિક ઓટોમન શાસક અલી પાશાએ લાંબા સમય સુધી ઘેરાબંધી પછી સુલીઓટ યોદ્ધાઓ પર હુમલો કરી તેમને હરાવ્યા હતા. જોલાંગો પર્વતની ઊભી ખડકો પર ફસાયેલી વીર મહિલાઓ જાણતી હતી કે આત્મસમર્પણનો અર્થ આજીવન ગુલામી, શોષણ, બળાત્કાર અને યાતનાઓ છે. અંતિમ વિરોધ તરીકે એ મહિલાઓએ ખડકની ધાર પર એકસાથે ગાવાનું અને નૃત્ય કરવાનું પસંદ કર્યું. એક પછી એક, માતાઓએ તેમનાં બાળકોને ખડકો પરથી નીચે ફેંકી દીધા અને પછી પોતે પણ નીચે કૂદી ગઈ. આ કરૂણ ઘટના ગ્રીક ઇતિહાસમાં ‘જોલાંગોના નૃત્ય’ (Dance of Zolango) તરીકે યાદ કરાય છે. તે સ્વતંત્રતા અને આત્મસન્માનનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું.
ધ ડોઝિયરના ઇતિહાસ વિભાગમાં નીના રાયના મૂળ લેખનું શીર્ષક છેઃ ધ ઔરત બાઝાર The aurat bazaar)
મૂળ લેખની લિંકઃ https://thedossier.in/the-aurat-bazaar/


