Homeગુજરાતીખોરાકબાળકો માટે નાસ્તા કે ભોજનમાં પરફેક્ટ પૌષ્ટિક પનીર બીટ રાઈસ, જાણો રેસીપી

બાળકો માટે નાસ્તા કે ભોજનમાં પરફેક્ટ પૌષ્ટિક પનીર બીટ રાઈસ, જાણો રેસીપી

રેસીપી, 30 એપ્રિલ 2026: પનીર બીટ રાઈસ (Paneer Beetroot Rice) એ એક એવી રેસીપી છે જે દેખાવમાં જેટલી આકર્ષક છે, ખાવામાં તેટલી જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. બીટરૂટનો સુંદર ગુલાબી કલર અને પનીરના નરમ ટુકડાઓ આ રાઈસને બાળકો અને મોટા દરેકના ફેવરિટ બનાવી દેશે.

જો તમારા બાળકો બીટરૂટ ખાતા ન હોય, તો આ રેસીપી બેસ્ટ છે કારણ કે તેમાં બીટરૂટનો સ્વાદ બિલકુલ ખબર પડતી નથી, એ પુલાવમાંથી પ્રોટીન અને હિમોગ્લોબીન પણ મળી રહે છે.

પનીર બીટ રાઈસ રેસીપી

સામગ્રી

50 ગ્રામ પનીર

1 તજ પત્તું

2 લીલી એલચી

1/2 ચમચી જીરું

1 નાના તજનો ટુકડો

1 મોટી ડુંગળી સમારીને

1 ચમચી આદુ લસણની પેસ્ટ

સમારેલા ફુદીનાના પાન

કોથમીર

1 નાની બીટ છીણેલું

પલાળેલા ચોખા

સ્વાદ મુજબ મીઠું

જરૂર મુજબ પાણી

પનીર બીટ રાઈસ બનાવવાની રીત

50 ગ્રામ પનીરના નાના ટુકડા કરી લો. એક કઢાઈમાં થોડું તેલ કે ઘી નાખો પનીરને આછું સોનેરી થાય ત્યાં સુધી શેકી લો અને તેને એક પ્લેટમાં કાઢી લો.

તે જ કઢાઈમાં 1 તમાલપત્ર, 2 લીલી એલચી, ½ ચમચી જીરું, 1 નાનો તજનો ટુકડો અને 1 મોટી એલચી ઉમેરો. હવે તેમાં લાંબી સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.

તેમાં 1 ચમચી આદુ-લસણની પેસ્ટ નાખી 1-2 મિનિટ સાંતળો. ત્યારબાદ ઝીણા સમારેલા ફુદીનાના પાન, લીલા ધાણા, 1 નાનું છીણેલું બીટરૂટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

પહેલાથી પલાળેલા ચોખા ઉમેરો અને જેટલા ચોખા હોય તેનાથી બમણું પાણી નાખો. કઢાઈને ઢાંકી દો અને જ્યાં સુધી બધું પાણી બળી ન જાય ત્યાં સુધી ધીમા તાપે ચઢવા દો.

ચોખા ચઢી જાય એટલે તેમાં ફ્રાય કરેલું પનીર ઉમેરી હળવા હાથે મિક્સ કરો. તમારા ગરમાગરમ અને છૂટા પનીર બીટ રાઈસ તૈયાર છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img