1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટ નજીક ઈન્ટરનેશનલ એરપોર્ટનું ફેઝ–૧નું કામ ઓગસ્ટ-2022 સુધીમાં પૂર્ણ કરાશે
રાજકોટ નજીક ઈન્ટરનેશનલ એરપોર્ટનું ફેઝ–૧નું કામ ઓગસ્ટ-2022 સુધીમાં પૂર્ણ કરાશે

રાજકોટ નજીક ઈન્ટરનેશનલ એરપોર્ટનું ફેઝ–૧નું કામ ઓગસ્ટ-2022 સુધીમાં પૂર્ણ કરાશે

0
Social Share

રાજકોટઃ શહેર નજીક હિરાસર પાસે વન નિર્મિત થઈ રહેલું ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ ત્વરિત ગતિએ ચાલી રહ્યું છે. અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એરપોર્ટ ફેઝ-1નું કામ પૂર્ણ કરી દેવાશે. ચૂંટણી પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એરપોર્ટનું ઉદ્ધાટન કરાશે એવું સૂત્રો કહી રહ્યા છે. રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટથી શહેરના વિકાસમાં વધરો થશે. સૌરાષ્ટ્રવાસીઓ રાજકોટથી સીધા જ વિદેશ જઈ શકશે.

રાજકોટ પ્રધાનમંત્રીના હસ્તે શિલાન્યાસ થયેલા મોટા પ્રોજેકટ પૈકીનો એક પ્રોજેકટ રાજકોટ નજીક આકાર પામી રહયો છે અને તે છે હિરાસર પાસે આવેલું ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ વર્લ્ર્ડ કલાસ સુવિધાઓથી હર્યુંભર્યું હશે અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતના પરિવહન ક્ષેત્રના વિકાસની સાથે નાગરિક સુવિધાઓને નવી દિશા આપશે. રાજકોટ શહેરની બહાર અમદાવાદ નેશનલ હાઈવે પર હિરાસર નજીક ૧૦૨૫ હેકટરની વિશાળ જમીન પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્રારા વર્લ્ર્ડ કલાસ સુવિધા સાથે નવું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના આ પ્રોજેકટ પર દેખરેખ રાખી રહેલા જનરલ મેનેજર લોકનાથ પાધેએ જણાવ્યું કે પ્રથમ ફેઝનું કામ અંદાજે ૬૭૦ કરોડનું છે. જે ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પુર્ણ થશે. જયારે ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. જે ટુંક સમયમાં શરૂ થશે અને ડીસે. ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરી માર્ચ ૨૦૨૩ સુધીમાં પ્રોજેકટ લોંચ કરી દેવાનો અમારો લયાંક છે.કુલ ૧૪૦૦ કરોડનો પ્રોજેકટ સાકાર થવા જઇ રહયો છે. રાજકોટના કલેકટર રેમ્યા મોહને કહયું હતું કે આ પ્રોજેકટને લીધે સ્થાનિકોને રોજગારીમાં વધારો થઇ શકે છે. લોકોના પરીવહન મુસાફરી સેવાઓની ગુણવતા પણ વધશે. એટલું જ લાંબા ગાળે આ વિસ્તારનો વિકાસ થવાની સાથે લોકોને સીધો લાભ મળતો હોય છે. પ્રધાનમંત્રીનું પણ વિઝન છે કે સામાન્ય લોકોને પોસાય તેવી ઉડાન સેવાઓ ઉપલબ્ધ થાય અને તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

આ એરપોર્ટના નિર્માણની કામગીરી સાથે જોડાયેલાએક અધિકારીએ જણાવ્યું હતું કે, એ.એ.આઇ.નો આ પ્રથમ ઈ.પી.એસ. કોન્ટેકટ પ્રોજેકટ છે, જેમાં કંપનીએ સફળતાપૂર્વક કેટલુંક ચેલેન્જિંગ કામ કયુ છે. તેઓએ કહ્યું કે ફેઝ–૧ નું કામગીરી જે ૨૦૨૨ ના વર્ષના અતં પહેલા પૂર્ણ કરી દેવાશે. ટર્મિનલ બિલ્ડીંગ અને અન્ય આખરી ઓપન કામગીરી બીજા તબક્કામાં હાથ ધરવામાં આવશે. હાલ ૩૦૪૦ મીટરના સિંગલ રન વે ની કામગીરી ૪૬ ટકા થઈ ગઈ છે.

આ જગ્યા ઉપરની જમીન ખૂબ જ ખાડા ટેકરા વાળી હોવાથી અમારા માટે આ ઉબડખાબડ જમીનનું લેવલીંગ કરવાનું કાર્ય પડકારજનક હતુ. કોઈક સ્થળે ૧૨ થી ૧૪ મીટર જમીન ઐંચી – નીચી હોવાથી મોટા પાયે મશીનરી મેનપાવર મૂકીને તેના લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં પણ આ કામગીરી અટકી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code