1. Home
  2. revoinews
  3. પશ્ચિમ બંગાળની જનતાને પીએમ મોદીએ કર્યા સાષ્ટાંગ નમન, જુઓ Video
પશ્ચિમ બંગાળની જનતાને પીએમ મોદીએ કર્યા સાષ્ટાંગ નમન, જુઓ Video

પશ્ચિમ બંગાળની જનતાને પીએમ મોદીએ કર્યા સાષ્ટાંગ નમન, જુઓ Video

0
Social Share

કોલકાતા, 9 મે, 2026 – પશ્ચિમ બંગાળની નવી સરકારના શપથવિધિ સમારંભમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે શનિવારે જનતાને કર્યા સાષ્ટાંગ નમન કર્યા હતા. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

9 મે, 2026ની તારીખ ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ ગઈ છે. બંગાળ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. જે બંગાળ પર ક્યારેય ડાબેરી પક્ષો અને TMCનો કબજો હતો ત્યાં હવે ભગવો લહેરાવી દેવામાં આવ્યો છે. પ્રથમ વખત ભાજપ બંગાળમાં સત્તા પર આવ્યું છે.

શુભેન્દુ અધિકારીનો શપથ ગ્રહણ સમારોહ ખૂબ જ ભવ્ય રીતે યોજાયો હતો. આ દરમિયાન પીએમ મોદીના ચહેરા પરની ખુશી જોવા જેવી હતી. હોય પણ કેમ નહીં, બંગાળમાં આટલી મોટી જીત જે મળી છે. મંચ પર પહોંચેલા વડાપ્રધાન મોદીએ બંગાળની જનતાને ખૂબ જ અનોખી રીતે નતમસ્તક થઈને પ્રણામ કર્યા. આ નજારો શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં જોવા મળ્યો હતો.

શ્રી મોદીએ બંગાળની જનતાને બિલકુલ તેવી જ રીતે શીશ ઝુકાવીને નમન કર્યા જેમ મંદિરમાં ભક્ત ભગવાનને કરે છે. નરેન્દ્રભાઈ મોદીએ ફરી એકવાર 2014ની લોકસભા ચૂંટણીની યાદો તાજી કરી દીધી છે. વર્ષ 2014 ની લોકસભા ચૂંટણીમાં ભારે મતોથી જીતીને PM મોદી જ્યારે પ્રથમ વખત સંસદ ભવન પહોંચ્યા હતા ત્યારે પણ તેમણે લોકશાહીના મંદિર સંસદ ભવનને કંઈક આ જ અંદાજમાં નમન કર્યા હતા.

2014માં પ્રથમ વખત સંસદભવન પહોંચેલા નરેન્દ્ર મોદીએ વંદન કર્યા હતા
2014માં પ્રથમ વખત સંસદભવન પહોંચેલા નરેન્દ્ર મોદીએ વંદન કર્યા હતા

તેવી જ રીતે, જ્યારે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે લોકસભા અધ્યક્ષના આસન પાસે એક ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’ ને ત્યાં સ્થાપિત કરવામાં આવ્યો હતો ત્યારે પણ PM મોદીએ તેને અનોખી રીતે પ્રણામ કર્યા હતા.

નવા સંસદભવનના પ્રારંભ યોજાયેલી ધાર્મિક વિધિ દરમિયાન રાજદંડ સેંગોલને સાષ્ટાંગ વંદન
નવા સંસદભવનના પ્રારંભ યોજાયેલી ધાર્મિક વિધિ દરમિયાન રાજદંડ સેંગોલને સાષ્ટાંગ વંદન

હવે ફરી એકવાર આવો જ નજારો બંગાળમાં પણ જોવા મળ્યો છે. જ્યારે કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચેલા PM મોદીએ ત્યાંની જનતાને નતમસ્તક થઈને નમન કરી ઐતિહાસિક જનાદેશ માટે આભાર વ્યક્ત કર્યો. જ્યારે PM મોદી નતમસ્તક થયા ત્યારે મંચ પર હાજર તમામ નેતાઓ તાળીઓ પાડવા લાગ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code