HomeAgency Newsભાજપના 321 હુતાત્મા કાર્યકરોની યાદી શપથ સમારંભ સ્થળે મૂકવામાં આવી, જુઓ વીડિયો

ભાજપના 321 હુતાત્મા કાર્યકરોની યાદી શપથ સમારંભ સ્થળે મૂકવામાં આવી, જુઓ વીડિયો

કોલકાતા, 9 મે, 2026પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ ભાજપની પ્રથમ સરકારે આજે શનિવારે શપથ લીધા છે. શપથ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ તેમજ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો પહોંચ્યા હતા.

એક તરફ આ ભવ્ય શપથ સમારંભ યોજાઈ રહ્યો હતો ત્યારે એ જ સ્થળે એક વિશાળ મંચ બનાવીને તેના ઉપર નામોની યાદી જોવા મળતી હતી. જેને ત્યાં આવેલા ભાજપના કાર્યકરો સહિત અનેક લોકો નમન કરી રહ્યા હતા.

વાસ્તવમાં આ યાદી ભાજપના એ 321 કાર્યકરોની છે જેમણે ટીએમસીના શાસન દરમિયાન જીવ ગુમાવ્યા હતા.

યાદ રહે, ગઈકાલે શુક્રવારે કોલકાતામાં ભાજપના મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીના નામની જાહેરાત કરી રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે એક યાદગાર પ્રવચન પણ આપ્યું હતું.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળની જનતાને પીએમ મોદીએ કર્યા સાષ્ટાંગ નમન, જુઓ Video

આ પ્રવચન દરમિયાન શ્રી અમિત શાહે બીજી અનેક મહત્ત્વની બાબતો યાદ કરવા સાથે ઓછામાં ઓછી બે વખત એ વાતનો ઉલ્લેખ કર્યો હતો જેમાં છેલ્લા થોડાં વર્ષમાં બંગાળમાં ભાજપના કાર્યકરોએ સંઘર્ષ કર્યો હતો અને એ દરમિયાન હિંસા દરમિયાન 321 કાર્યકરોએ જીવ ગુમાવ્યા હતા.

અમિતભાઈ શાહે કહ્યું હતું કે, આ જ કારણે આ વખતની ચૂંટણીમાં ભાજપનો વિજય માત્ર એક ચૂંટણીમાં વિજય નથી પરંતુ વર્ષો સુધી ભાજપના કાર્યકરોએ કરેલા સંઘર્ષ અને તેમણે આપેલાં બલિદાનનું પરિણામ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, દાયકાઓ સુધી ભાજપના કાર્યકરોએ પશ્ચિમ બંગાળમાં ધૈર્યપૂર્વક સાધના કરી હતી, અને હવે છેવટે ભાજપની સરકાર બની રહી છે ત્યારે રાજ્યમાં દરેકને શાંતિ અને સલામતીની લાગણી થાય એવા પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ કોલકાતામાં મંચ ઉપર પીએમ મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા

એ સંદર્ભમાં આજે શપથ સમારંભના સ્થળે, બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપના 321 હુતાત્માની યાદી મૂકીને સૌને સામૂહિક અંજલી આપવામાં આવી હતી. જુઓ વીડિયો…

સંબંધિત લેખો

Most Popular