કેરલમાં PM મોદીએ વિકાસ કાર્યોની ભેટ આપી, કોંગ્રેસ-ડાબેરીઓ ઉપર કર્યાં પ્રહાર
કોચી, 23 જાન્યુઆરી 2026: દક્ષિણ ભારતના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરલમાં અનેક વિકાસયોજનાની પ્રજાને ભેટ આપી હતી. તેમજ વિવિધ યોજનાનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી ટ્રેન સેવાઓની લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ડાબેરીઓને આડેહાથ લઈને આકરા પ્રહાર કર્યાં હતા.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ કેરલના વિકાસના નવા અધ્યાયની શરૂઆતનો પ્રતિક છે. રેલ વ્યવસ્થાને વધારે મજબુત કરવામાં આવી છે. આ પરિયોજનાઓ તિરુંવનંતપુરમને દેશના મુખ્ય કેન્દ્રોમાં સામેલ કરવામાં મદદ કરશે. વિકસુત કેરલ માટે ભાજપને બહુમત આપવો પડશે. પીએમ મોદીએ કોંગ્રેસ અને ડાબેરીઓને ભ્રષ્ટાચાર મામલે આકરા પ્રહાર કર્યાં હતા.
પીએમ મોદીએ 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને એક ત્રિશૂર-ગુરુવાયૂર યાત્રી ટ્રેનને લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. આ નવી રેલ સેવાઓથી કેરલ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશની વચ્ચેના રેલ સંપર્કમાં વધારે મજબુત બનાવશે. પીએમ મોદીએ અહીં સીએસઆઈઆર-એનઆઈઆઈએસટી નવોન્મેષ, પ્રોદ્યોગિકી અને ઉદયમ કેન્દ્રની આધારશિલા રાખી હતી. તેમજ પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડની શરૂઆત કરી છે. જે યુપીઆઈ સાથે જોડાયેલી વ્યાજ-મુક્ત રિવોર્લિંગ ક્રેડિટ સુવિધા છે.
વડાપ્રધાન મોદીએ કેરળના લોકો અને સમગ્ર દેશના લોકોને આ વિકાસ માટે અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આખો દેશ ‘વિકસિત ભારત‘ બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યો છે. તેમણે નોંધ્યું કે છેલ્લા 11 વર્ષોમાં, કેન્દ્ર સરકારે શહેરી માળખાગત સુવિધાઓમાં ભારે રોકાણ કર્યું છે, અને શહેરોએ આ વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચોઃ IMF એ ભારતને AI ક્ષેત્રે ગ્લોબલ પાવર ગણાવ્યું


