Site icon Revoi.in

પીએમ મોદી યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને મળ્યાં, સારા ભવિષ્ય માટે પાઠવી શુભેચ્છાઓ

Social Share

પટનાઃ વૈભવ સૂર્યવંશી 30 મેના રોજ પટના એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો.વૈભવે PM મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.14 વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર રમત રમી હતી.વૈભવે એક મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારતાં તે રાતોરાત સ્ટાર બની ગયો હતો.

આ સાથે જ વૈભવ IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ સામેલ થયો હતો.PM નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી સાથેની મુલાકાતનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ કર્યો હતો.નરેન્દ્ર મોદીએ X હેન્ડલ પર લખ્યું, પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથે મુલાકાત થઈ.તેની ક્રિકેટ સ્કિલની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે.તેના ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ.

Exit mobile version