નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે યોજાનારા 20મા ‘રોજગાર મેળા’માં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં ભરતી થયેલા 51,000થી વધુ યુવાનોને વર્ચ્યુઅલ માધ્યમથી નિમણૂક પત્રો સોંપશે. આ પ્રસંગે PM મોદી ઉપસ્થિત જનમેદનીને સંબોધન પણ કરશે.
આ રોજગાર મેળો દેશભરમાં 45 સ્થળોએ યોજવામાં આવશે. નવા નિયુક્ત થયેલા ઉમેદવારો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે, જેમાં મહેસૂલ વિભાગ, રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવા વિભાગ અને સંરક્ષણ મંત્રાલયનો સમાવેશ થાય છે.
રોજગાર મેળો એ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા અને દેશની વિકાસ યાત્રામાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાના સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.
20મા રોજગાર મેળા સાથે, વિવિધ વિભાગો અને સરકારી સંસ્થાઓ માટે કુલ આશરે 12.75 લાખ યુવાનોને નિમણૂક પત્રો મળ્યા છે.
વધુ વાંચો: પાકિસ્તાન: કોહાટમાં નમાઝ દરમિયાન મસ્જિદ નજીક વિસ્ફોટ, 15 લોકોનાં મોત


