Homerevoinewsસંઘ દ્વારા દક્ષિણ બોપલમાં યુવા સંમેલનનું ભવ્ય આયોજન

સંઘ દ્વારા દક્ષિણ બોપલમાં યુવા સંમેલનનું ભવ્ય આયોજન

અમદાવાદ, 14 સપ્ટેમ્બર, 2026 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દક્ષિણ બોપલ દ્વારા રવિવારે બપોરે ૩:૩૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી એક ભવ્ય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ બોપલની વિવિધ સોસાયટીઓના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઇન્ડિયન વોલીબોલની પૂર્વ કેપ્ટન કિંજલબેન વાલા, લોક કલાકાર કુશલભાઈ ગઢવી, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મંગેશભાઈ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહ સંપર્ક પ્રમુખ શ્રી વિજય દેવાંગનજીએ વિશેષ ઉપસ્થિત રહીને યુવાનોનું માર્ગદર્શન કર્યું હતું.

Grand youth convention organized by the Sangh in South Bopal
Grand youth convention organized by the Sangh in South Bopal

આ કાર્યક્રમ દરમિયાન યુવાનો માટે રમતો, ડિબેટ્સ અને ઓપન ડિસ્કશનનું આયોજન થયું હતું. સાથે જ મંગેશભાઈની કોમેડી અને કુશલભાઈ ગઢવીના લોક ડાયરા (ફોક જેમિંગ)એ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. અંતે તમામ સહભાગીઓએ સાથે મળીને ભોજન લીધું હતું અને ખૂબ જ ઉત્સાહ તથા યાદગાર સંસ્મરણો સાથે આ સફળ યુવા સંમેલન સંપન્ન થયું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular