અમદાવાદ, 14 સપ્ટેમ્બર, 2026: આ વર્ષે “ગ્લોબલ વોર્મિંગ”ની અસરોથી જે હોનારતો થઈ છે, ખાસ કરીને નેપાળમાં ગ્લેશિયર તૂટવાથી જે હોનારત થઈ તેની પાછળ ગ્લોબલ વોર્મિંગ એક પરિબળ છે. આ સંદર્ભે જાગૃતિ લાવવાના ઉદેશથી “ગ્રીન થીમ” પર આ વર્ષે એનઆઈએમસીજેમાં ગણેશોત્સવનું આયોજન થયું છે.
આ ગણેશોત્સવ પાંચ દિવસ ઉજવાશે, અને આ પાંચ દિવસ દરમ્યાન અલગ અલગ પ્રવૃત્તિઓ યોજાશે. જે અંતર્ગત આજે HDFC બેન્ક અને રેડ ક્રોસના સહયોગથી “બ્લડ ડોનેશન કેમ્પ” યોજાયો હતો. આ કેમ્પમાં એકત્રિત થયેલું બ્લડ થેલેસેમિયાના બાળકો માટે યુઝ થશે.

આ સાથે ડેકોરેશન માત્ર વ્હાઇટ અને ગ્રીન થીમ પર કરી, “વૃક્ષો વાવો” નો મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઇવેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આયોજિત આવે છે. આજે પ્રથમ દિવસે વરસતા વરસાદની વચ્ચે “ગણેશજીનું કોલેજમાં આગમન” થયું અને પૂજા અર્ચના સાથે સ્થાપના થઈ.
આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપભાઈ જૈન, GCCIના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હિતેનભાઈ વસંત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના નિયામક ડૉ. શિરીષ કાશીકર, નાયબ નિયામક ઈલા ગોહેલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, ડૉ ગરિમા ગુણાવત, શ્રીમતી રીતુ શર્મા, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.


