Site icon Revoi.in

મુંગેરમાં ASIના મોત બાદ પોલીસ એક્શનમાં, એન્કાઉન્ટરમાં ગુનેગાર ઠાર

Social Share

મુંગેરના મુફાસિલ પોલીસ સ્ટેશનમાં તૈનાત જમાદાર સંતોષ કુમાર સિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાત્રે બદમાશોએ એએસઆઈને તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા મારીને ઈજા પહોંચાડી હતી. હવે આ મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એન્કાઉન્ટરમાં ગુનેગાર ગુડ્ડુ યાદવને ઘાયલ કર્યો છે. ઈજાગ્રસ્ત ગુડ્ડુને જમણા પગમાં ગોળી વાગી હતી. આ સિવાય મુંગેર પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ પણ કરી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

મૃતક સંતોષ કુમાર સિંહ કૈમુર જિલ્લાના ભાબુઆ પોલીસ સ્ટેશન હેઠળના પિપરિયા ગામનો રહેવાસી હતો. શહીદ ASI સંતોષ કુમારના પોસ્ટમોર્ટમ બાદ પોલીસ લાઈનમાં સલામી આપવામાં આવશે.